દાહોદની જિ.પં. બેઠક પર ગજબ થયું! ભરતસિંહ વાખળાએ પહેલાં આપ, પછી કોંગ્રેસ ને હવે ભાજપથી ઉમેદવારી નોંધાવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026  |   વડોદરા   |   2574

દાહોદના ધાનપુરમાં આવેલી પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર એક અકલ્પનીય રાજકીય કિસ્સો સામે આવ્યો છે. અહીં ભરતસિંહ વાખળા નામના ઉમેદવારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષોના સત્તાવાર મેન્ડેટ સાથે ફોર્મ ભરીને ભારે ચર્ચા જગાવી છે. આ મુદ્દો અત્યારે માત્ર દાહોદ માટે જ નહીં પણ ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો છે.

ભરતસિંહ વાખળાની આ રણનીતિ પાછળ અત્યંત ચતુરાઈભર્યું આયોજન જાેવા મળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કોંગ્રેસ છોડીને ‘આપ’માં જાેડાયેલા ભરતસિંહે પહેલા આમ આદમી પાર્ટીનો મેન્ડેટ મેળવ્યો, ત્યારબાદ કોંગ્રેસને વિશ્વાસમાં લઈને તેમનો પણ મેન્ડેટ મેળવી લીધો. જાેકે, સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે છેલ્લી ઘડીએ તેઓ ભાજપમાં ભળી ગયા અને ત્યાંથી પણ સત્તાવાર મેન્ડેટ મેળવવામાં સફળ રહ્યા. આમ, સ્થાનિક રાજકીય સમીકરણોનો લાભ ઉઠાવી ભરતસિંહ ટેકનિકલી એકસાથે ત્રણેય પક્ષોના પ્રતિનિધિ બની બેઠા છે, જેણે વહીવટી તંત્રને મૂંઝવણમાં મૂકી દીધું છે. પીપેરો બેઠક ભાજપના દિગ્ગજ નેતા બચુ ખાબડનો ગઢ હોવા છતાં, પક્ષે તેમના જ જૂના હરીફ ભરતસિંહ વાખળાને મેન્ડેટ આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

અગાઉ મનરેગા કૌભાંડ મુદ્દે બચુભાઈના પરિવાર સામે મોરચો માંડનાર અને ૨૦૨૨ની ચૂંટણીમાં ‘આપ’ તરફથી તેમને કાંટાની ટક્કર આપનાર ભરતસિંહને ભાજપે ટિકિટ આપતા, પક્ષની આંતરિક રણનીતિ સામે સવાલો ઉભા થયા છે. શું ભાજપ બચુભાઈના વિકલ્પ તરીકે ભરતસિંહને તૈયાર કરી રહ્યું છે કે પછી ભરતસિંહની સ્થાનિક પકડને કારણે પક્ષે આ ર્નિણય લેવો પડ્યો, તે ચર્ચાએ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution