/
ડાંગ:  બસ ડેપોથી યુવક 37 વર્ષીય અસ્થિર મગજની મહિલાને ફોસલાવીને એકાંતમાં લઈ ગયા બાદ દુષ્કર્મ

ડાંગ-

ડાંગ જિલ્લાની 37 વર્ષીય અસ્થિર મગજની મહિલા પર એક 23 વર્ષીય યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. આ મામલે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવાના એક ગામની અસ્થિર મગજની મહિલાને માતા સારવાર માટે તારીખ 01-12-2020નાં રોજ આહવા સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બાદમાં આ અસ્થિર મગજની મહિલા અને માતા આહવા એસ.ટી ડેપો ખાતે ગયા હતા. જ્યાં માતા આ અસ્થિર મગજની દીકરીને એસ.ટી ડેપોનાં બાંકડા પર બેસાડી બસ કેટલા વાગે આવશેનું પૂછવા માટે પૂછપરછ બારીએ ગયા હતા. તે અરસામાં ગાઢવી ગામનો 23 વર્ષીય યુવક આ 37 વર્ષીય અસ્થિર મગજની મહિલાને દુષ્કર્મનાં ઈરાદે ફોસલાવી લાલચ આપી ચાલતા ચાલતા સનસેટ પોઈન્ટ વિસ્તારમાં આવેલા અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અહી આહવાનાં સનસેટ પોઇન્ટ નજીક અવાવરૂ જગ્યાએ આ 37 વર્ષીય અસ્થિર મગજની મહિલા સાથે 23 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ આચરી નાસી છૂટતા ચકચાર મચી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution