ડાંગ-

રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાનું સૌંદયમય વાતાવરણ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. અહીં ગિરિમથક સાપુતારા સહિત ગીરા ધોધ ગુજરાતમાં પ્રવાસીઓ માટે પહેલી પસંદગી છે. ત્યારે હાલમાં વર્તમાન પરિસ્થિતિ દરમિયાન કોરોનાં વાઈરસનું સંક્રમણ જોતાં ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગ હસ્તકનાં ગીરા ધોધ, બોટનીકલ ગાર્ડન, કિલાદ કેમ્પ સાઇડ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં હતા. અહીં પ્રવાસીઓને અટકાવવા માટે હોમ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં હતાં. ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગ હસ્તક ગીરા ધોધ અને કિલાદ કેમ્પ સાઈડને ફરીવાર ખુલ્લાં મુકવામાં આવ્યાં છે. પ્રવાસીઓના ઘસારાને ધ્યાને લેતાં આ બન્ને સ્થળો નવેમ્બર માસમાં બંધ કરવામાં આવ્યાં હતાં. જોકે, ઉત્તર વન વિભાગના તમામ સ્થળો પ્રવાસીઓ માટે ચાલું છે. જ્યારે સાપુતારા પણ પ્રવાસીઓ માટે ચાલુ રાખવામાં આવેલ છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રએ 22 નવેમ્બરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કોરોનાં વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દક્ષિણ વન વિભાગના ગીરા ધોધ અને કિલાદ કેમ્પ સાઇડ સહિત બોટાનીકલ ગાર્ડન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતાં. જેમાંથી હવે ગીરા ધોધ અને કિલાદ કેમ્પ સાઈડને ચાલુ કરવામાં આવેલ છે.