27, ઓગ્સ્ટ 2020
1584 |
ટેકસાસ-
અમેરિકાના અનેક ભાગોમાં ખેદાનમેદાન કરી શકતુ ખતરનાક ચક્રાવાત-વાવાઝોડુ 'લૌરા' કેટલાક ભાગોમાં અસર દેખાડવા લાગ્યુ છે. ચક્રવાત લૌરાની અસર હેઠળ 140 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાય રહ્યો છે. ટેકસાસ તથા લુઈસીયાના બોર્ડર પર વાવાઝોડુ ત્રાટકયુ છે.
લૌરા વાવાઝોડાને કારણે અરકોસસ તથા ઓટિયો ઉપરાંત ટેનેસીવૈલીમાં પુરનો ખતરો સર્જાયો છે. ટેકસાસના કાંઠાળ ભાગો ગાલવેસ્ટન, બુમોંટ તથા પોર્ટ આર્થરના ચાર લાખ લોકોને સલામત સ્થળોએ પહોંચવાના આદેશ કરવામાં આવ્યા છે. ચક્રાવાતની સંભવિત અસર ધરાવતા વિસ્તારોના લોકોને વધુ સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા કહેવાયુ છે.