લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુલાઈ 2020 |
2574
વડોદરા, તા.૨૦
છાણી રોડ રામાકાકા મંદિર પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને બાઈકચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માતના મોતના બનાવ સંદર્ભે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર છાણી ગામ હરિજનવાસમાં રહેતા જશુભાઈ મનસુખભાઈ હરિજન (ઉં.વ.પ૦) આજે સવારે ૯ વાગ્યાની આસપાસ છાણી રોડ રામાકાકા મંદિર પાસે રોડ ક્રોસ કરતા હતા તે વખતે પૂરઝડપે બાઈકસવાર સુરેન્દ્ર પ્રતાપ રામશંકરે જશુભાઈને અડફેટે લીધા હતા. જ્યાં ગંભીર ઈજાઓને કારણે સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં મોત નીપજ્યું હતું.