દશકા પછી ફરી ટેલિવિઝન પર આ પોપ્યુલર સીરિયલની નવી સીઝન આવશે
20, ફેબ્રુઆરી 2021 990   |  

મુંબઇ

દશકા પહેલા ટેલિવિઝન પર એક પોપ્યુલર સીરિયલ આવતી હતી અને થોડા વર્ષો સુધી ચાલ્યા બાદ 2012માં ઓફ-એર થઈ હતી. અમે વાત કરી રહ્યા છે સીરિયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'ની. આ સીરિયલ એક એવી યુવતીની વાત હતી જે તેની આસપાસના લોકોના રૂઢિચુસ્ત વિચારો સામે લડે છે. જો તમે પણ 'પ્રતિજ્ઞા' શોના ફેન રહી ચૂક્યા હો તો તમારા માટે ખુશ ખબર છે. આ સીરિયલ નવી સીઝન સાથે ફરી આવવાની છે.

જી, હા તમે એકદમ સાચુ વાંચ્યું આ શોની નવી સીઝન આવી રહી છે અને તેમાં પણ એક્ટ્રેસ પૂજા ગોર જ લીડ રોલ કરશે. પૂજા છેલ્લે ટીવી પર 6 વર્ષ પહેલા સીરિયલ 'મેરી આવાઝ કો રોશની મિલ ગઈ'માં જોવા મળી હતી. ત્યારે પૂજા માટે 'પ્રતિજ્ઞા' દ્વારા વાપસી કરવી મહત્વની બની રહેશે.

'મન કી આવાઝ પ્રતિજ્ઞા'ના ત્રણ મુખ્ય પાત્રો પ્રતિજ્ઞા (પૂજા ગોર), ક્રિષ્ના સિંહ (અરહાન બહેલ) અને સજ્જન સિંહ (અનુપમ શ્યામ)ને બીજી સીઝનમાં પણ લેવામાં આવ્યા છે. આ શોના પ્રોડ્યુસર રાજન શાહી છે અને પર્લ ગ્રે ક્રિએટિવ પ્રોડ્યુસર છે.

'પ્રતિજ્ઞા' સીરિયલની વાર્તા યાદ કરાવી દઈએ તો, શોની લીડ એક્ટ્રેસ એટલે કે પ્રતિજ્ઞાને તેનો પીછો કરનારા વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે. જો કે, પછીથી પ્રતિજ્ઞા ક્રિષ્નાના પ્રેમમાં પડી જાય છે. ત્યારે લગ્ન બાદ તે પોતાના ઘરમાં પુરુષપ્રધાન વિચારસરણીનો વિરોધ કરતી રહે છે.

'મન કી આવાઝ પ્રતિજ્ઞા 2'નું શૂટિંગ આ અઠવાડિયાથી શરૂ થવાનું છે. દરમિયાન પહેલી સીઝનનું પુનઃપ્રસારણ ચાલુ રહેશે. આ શો સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, "શોના પુનઃપ્રસારણને લીધે પ્રતિજ્ઞા દર્શકોના માનસપટ પર આજે પણ જીવિત રહી છે. ત્યારે અમને ખાતરી છે કે લોકોને શોની બીજી સીઝન જોવાની મજા આવશે. બીજી સીઝન વધારે રસપ્રદ હશે."

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution