કલોલમાં નિતિન પટેલ દ્વારા આરોગ્યકેન્દ્રનું લોકાર્પણ

ગાંધીનગર, ગાંધીનગરના કલોલમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમણે વિરોધીઓને ભરપૂર ચાબખા માર્યા. તેમણે કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે કોરોનાની રસી આવી એની સાથે જ હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો આવી ગયા છે. પહેલાંના સમયમાં પણ આવા રાક્ષકો હતા, હાલ પણ છે. ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોણ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ઈશારો કોના તરફ છે. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓને પંચાતિયા ગણાવતાં કહ્યું કે, ‘વેક્સીન અમે પહેલાં લીધી હોત તો પણ તેઓ વિરોધ કરત. નથી લીધી તો કોંગ્રેસના પંચાતિયા કહે છે કે કેમ ના લીધી? આમ, આ કાર્યક્રમમાં નાયબ મુખ્યંમત્રીનો રમૂજી તથા કટાક્ષભર્યો અંદાજ જાેવા મળ્યો. તેમણે કાર્યક્રમમાં કાૅંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કાૅંગ્રેસનાં સમયમા ગરીબોને સારવાર ન્હોતી મળતી. ગરીબો સારવાર વગર જ ગુજરી જતા હતા.  

સારવારનો ખર્ચ જ એટલો થતો કે ગરીબો દેવાદાર બની જતા હતા. કાૅંગ્રેસે ગરીબો માટે કંઇ કામ કર્યું નથી. આજે ભાજપ સરકારે મા વાત્સલ્ય યોજના થકી ગરીબોની સારવાર ફ્રી કરી દીધી છે. તો ગાંધી પરિવાર પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહારો કર્યાં કે, કાૅંગ્રેસે એક પરિવારને જ આપ્યું છે. પહેલા દાદા પુત્ર પૌત્ર અને હવે ભાણિયા અને ભત્રીજાને આપી રહી છે. વધી પડે તો ઇટાલી જઇ આવે. તો બીજી તરફ, ચાલુ સ્પીચમાં નીતીનિ પટેલનું માઈક બગડ્યું હતું. ત્યારે રમૂજી અંદાજમાં તેમણે કલોલના લોકો વચ્ચે કહ્યું હતું કે, આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution