દીપિકા પાદુકોણ ફિલ્મ પઠાણમાં અધધ...૧૫ કરોડ રપિયા ફી વસૂલશે..!
10, નવેમ્બર 2020 297   |  

મુંબઇ 

ડ્રગ્સ કેસ બાદ હવે દીપિકાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. જો કે હવે સારા કારણે દીપિકાની ચર્ચા થઈ રહી છે. એ તો તમે જાણો જ છો કે ફિલ્મ સ્ટાર્સ એક ફિલ્મ કરવાની તગડી ફી લે છે. પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે અભિનેત્રીઓ કરતા અભિનેતાઓને વધુ ફી મળે છે. જો કે હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. જેનો અંદાજ તમે દીપિકાની એ ફી પરથી લગાવી શકો છો, જે તે ફિલ્મ પઠાન માટે લઈ રહી છે. આમ તો હજી સુધી સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાનને લઈને કોઈ આધિકારીક જાણકારી સામે નથી આવી. જો કે, મળતા અહેવાલો પ્રમાણે આ ફિલ્મમાં શાહરુખની સાથે સાથે દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ પણ નજર આવી રહ્યા છે.

બોલીવુડ એક રિપોર્ટ અનુસાર, દીપિકા આ ફિલ્મ માટે મોટી રકમ લેવાની છે. એક સૂત્રના હવાલેથી તેમણે લખ્યું છે કે તેને આ ફિલ્મ માટે ૧૪ થી ૧૫ કરોડ રૂપિયા મળી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આલિયા ભટ્ટની જેમ દીપિકા પણ સૌથી અમીર અભિનેત્રીઓમાંથી એક છે અને તેની સાથે અનેક પ્રોડક્શન હાઉસ કામ કરવા માંગે છે. તો ફીને લઈને સૂત્રોનું કહેવું છે કે, 'ફિલ્મમાં અભિનેત્રી દમદાર રોલમાં નજર આવશે અને તેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ શકે છે. અભિનેત્રીએ શૂટિંગ માટે ડેટ્‌સ પણ આપી દીધી છે. તેના માટે અભિનેત્રી ૧૪ થી ૧૫ કરોડ રૂપિયા લઈ રહી છે.'

જણાવી દઈએ કે આ પહેલા અહેવાલો સામે આવ્યા હતા કે જૉન અબ્રાહમ આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવવા માટે ૨૦ કરોડ રૂપિયા ફી લઈ રહ્યા છે. આમ તો શાહરુખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મને લઈને કોઈ એલાન નથી કર્યું, પરંતુ જણાવવામાં આવી રહ્ય્šં છે કે તે અનેક ફિલ્મો માટે કામ કરી રહ્યા છે. એવામાં જો પઠાન પહેલા રિલીઝ થશે તો શાહરુખ ખાન લાંબા સમય બાદ આ ફિલ્મમાં નજર આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution