દિલ્હી-

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને બેલ્જિયમ વચ્ચે હોકીની સેમીફાઇનલ મેચ રમાઇ રહી છે. આખો દેશ આ રોમાંચક મેચ જોઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેઓ ભારતની આ મેચ જોઈ રહ્યા છે. આ સાથે વડાપ્રધાને ટીમ ઇન્ડિયાને જીત માટે અભિનંદન પણ આપ્યા છે.


પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે, હું ભારત અને બેલ્જિયમની હોકી મેન્ચ સેમીફાઈનલ જોઈ રહ્યો છું. મને ટીમ અને તેમની કુશળતા પર ગર્વ છે. તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની સેમિફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે 2-5થી હાર્યા બાદ છેલ્લી 11 મિનિટમાં ત્રણ ગોલ ગુમાવ્યા હતા.વડાપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું કે, જીત અને હાર જીવનનો ભાગ છે. હોકી ટીમે ટોક્યોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે. આગામી મેચ માટે અને ભવિષ્ય માટે ટીમને શુભકામનાઓ આપી હતી. ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે. ભારતીય ટીમ 49 વર્ષ બાદ ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી છે, તેથી દેશની નજર આજની મેચ પર હતી. ખુદ વડાપ્રધાને પણ આજની મેચ જોઈ હતી. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.