દિલ્હી- 

દુનિયાભરમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૧૦ કરોડને પાર થઈ ગયો છે અને ૨૧.૬૫ લાખથી વધારે લોકો મોતને ભેટ્યા છે. આ જ મહામારીમાં દુનિયાભરમાં અનેક ટોચના નેતાઓ કે સેલિબ્રિટીઓએ પણ જીવ ગુમાવ્યા છે. અમેરીકામાં વધુ એક નેતાનું પણ મંગળવારે કોરોના મહામારીને પગલે મોત થયું હતું.

કોલમ્બિયા એ દક્ષિણ અમેરીકામાં આવેલો દેશ છે. આ દેશના સંરક્ષણ પ્રધાન કાર્લોસ હોમ્સ પણ ઘણા દિવસોથી કોરોના સંક્રમિત હતા. તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મંગળવારે તેમને સંક્રમણ વધી જતાં આખરે તેમનું નિધન થયું હતું. તેમના નિધનના દુઃખદ સમાચાર તેમના ભાઈ જાેસ રેનને સોશ્યલ મિડિયામાં શેર કર્યા હતા. તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને રાજધાની બોગોટાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે તેમનું નિધન થયું હતું.