દિલ્હી-

દિલ્હીમાં કોરોનાવાયરસનો વધતો જોતા અરવિંદ કેજરીવાલની સરકારે કડક પગલા ભરવાનું શરૂ કર્યું છે. લીધેલા આ નવા નિર્ણયમાં માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ વધારવામાં આવી છે. હવે જો કોઈ દિલ્હીમાં માસ્ક પહેરે નહીં, તો તેને 2000 રુપીયાનો દંડ ફટકારવામાં આવશે. અત્યાર સુધીમાં ₹ 500 નો દંડ હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉપરાજ્યને મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલે ગુરુવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. બેઠક પછી ડિજિટલ કોન્ફરન્સ કર્યા બાદ કેજરીવાલે કહ્યું, 'મેં સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોને એક જ વાત કહી હતી કે આ ખૂબ જ મુશ્કેલ સમય છે, રાજકારણ કરવાનો આ સમય નથી. રાજકારણ કરવા માટે આખું જીવન રહ્યું છે. આપણે થોડા દિવસો માટે રાજકારણ બાજુ રાખવું જોઈએ. આ સેવા કરવાનો સમય છે. દિલ્હી આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આવનારી પેઢીના લોકો યાદ રાખશે કે આપણે દિલ્હીની સેવા કેવી કરી છે. હું ખૂબ ખુશ છું કે બધા લોકોએ આ વસ્તુને ટેકો આપ્યો.