06, એપ્રીલ 2021
દિલ્હી-
દિલ્હી સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી નાઈટ કર્ફ્યૂની ગાઈડલાઈન મુજબ આ દરમિાયન ટ્રાફિક મૂવમેન્ટ પર કોઈ પણ પ્રકારની રોક રહેશે નહીં. જે લોકો રસી મૂકાવવા માંગતા હોય તેમને છૂટ મળશે પરંતુ ઈ પાસ લેવો પડશે. રાશન, કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, દવાઓ સંબંધિત દુકાનદારોને ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે. આ ઉપરાંત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને પણ ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે. આઈડી કાર્ડ દેખાડવા પર પ્રાઈવેટ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફને પણ છૂટ મળશે. કાયદેસર ટિકિટ બતાવવા પર એરપોર્ટ, બસ રેલવે સ્ટેશન જવા આવવા માટે મુસાફરોને છૂટ અપાશે. ગર્ભવતી મહિલાઓ અને સારવાર માટે આવનારા દર્દીઓને પણ છૂટ મળશે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસ, દિલ્હી મેટ્રો, ઓટો, ટેક્સીઓ વગેરેને નિર્ધિરિત સમય બાદ એ જ લોકોને લઈ જવાની છૂટ અપાશે તેમને નાઈટ કર્ફ્યૂમાં છૂટ અપાઈ છે. જરૂરી સેવાઓમાં લાગેલા તમામ વિભાગોના લોકોને છૂટ અપાશે. દિલ્હી સરકારના આદેશમાં કહેવાયું છે કે ટ્રાફિક મૂવમેન્ટને લઈને કોઈ રોકટોક રહેશે નહીં.