અમદાવાદ-

આવતીકાલે સુરત આવી રહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા સવારે 7 વાગ્યે સુરત પહોંચ્યા બાદ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધશે તેઓ સુરતના 'આપ'ના કાઉન્સીલર સાથે બેઠક યોજશે. બપોરે 1.30 કલાકે સામાજીક અગ્રણીઓને મળશે અને બપોર બાદ તેઓ પક્ષના ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે. મનીષ સિસોદિયા બીજી વખત સુરત આવી રહ્યા છે આ અગાઉ તેઓએ સુરતમાં આપ પાર્ટી વીપક્ષ બનતા સુરત આવ્યા હતા. ત્યારે આ વખતે તેઓના સુરત આગમન વખતે રાજકીય નવાજુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. રાજકીય સુત્રો તરફથી મળતી માહિતી મુજબ કેટલાક ભાજપના માજી કોર્પોરેટરો પણ આપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડયું છે. આવતીકાલે બપોરે 12વાગ્યે આપના નેતા મનીષ શિસોદીયા સુરતમાં પત્રકાર પરિષદ કરશે તેમાં આ જાહેરાત કરવામા આવે તેવી પુરી શક્યતા છે. આવતીકાલે આપ દ્વારા જે જાહેરાત કરવામા આવશે તેના કારણે સુરતમાં રાજકીય ઉથલપાથલ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.