મુંબઈ-

ગ્રીન એક્સપ્રેસ વે માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. દિલ્હીથી વડોદરા વિભાગ માટે ૧૫,૦૦૦ હેક્ટર વિસ્તાર માટે જમીન સંપાદન કામગીરી એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે.તદુપરાંત એક્સપ્રેસવેની બંને બાજુ એટલી ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે કે ભવિષ્યમાં તેને ૧૨ લેન સુધી વધારી શકાય.હાલના તબક્કે જે ગતિથી કામ ચાલી રહ્યું છે તે જાેતાં રાજસ્થાનમાંથી ૩૮૦ કિ.મી., મધ્ય પ્રદેશમાંથી ૩૭૦ કિ.મી., ગુજરાતમાંથી ૪૨૩ કિ.મી., મહારાષ્ટ્રમાંથી ૧૨૦ કિ.મી. અને હરિયાણામાંથી ૮૦ કિ.મી.માંથી પસાર થનારો ‘ગ્રીન હાઈવે’ માર્ચ-૨૦૨૩માં પૂર્ણ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો એ કરોડરજ્જુ સમાન હોય છે.

કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે નવા ભારતના નિર્માણમાં ધોરીનસ સમાન પુરવાર થશે. આપણે વાત કરીશું ગુજરાત સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે ની. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજે રૂ. ૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ ૧૩૮૦ કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ એક્સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જાેડશે. હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ,અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓ સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ન્યૂ ઇન્ડિયાની સંકલ્પના કરવામાં આવી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ના કામની શરૂઆત માર્ચ-૨૦૧૯ માં કરવામાં આવી હતી. ૧૩૮૦ કિલોમીટરમાંથી ૧૨૦૦ કિલોમીટરથી વધુ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. અને કામો પ્રગતિમાં છે. તેની અગત્યની કડી રૂપે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરનો એક્સપ્રેસ વે કુલ રૂ. ૩૫,૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ૩૯૦ કિમીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે. ગુજરાત દેશનું મોટું આર્થિક કેન્દ્ર છે. દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જાેડાશે. ગુજરાતમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્ટરચેન્જ, ૧૭ ફ્લાયઓવર અને ૮ આર. ઓ.બીનું નિર્માણ કરવામાં આવનાર છે.

ગુજરાત રાજ્યમાં આ કોરિડોરની મુખ્ય વિશેષતા એ છે કે દિલ્હી-વડોદરા વિભાગમાં ટકાઉ ડિઝાઇન સાથે આયોજિત નવીન પેવમેન્ટ ડિઝાઇન અને એક્સપ્રેસ-વે ને ટકાઉ બનાવવા માટે આબોહવાની પરિસ્થિતિઓના આધારે વડોદરા-મુંબઈ વિભાગ માટે કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે. બે કિ.મી લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ ૮ -લેન પુલ હશે. ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ -વે વિકાસની ઓળખને નવી ગતિ આપશે. રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં ૩૩ રોડસાઇડ સુવિધાઓ (ઉજીછજ) નું આયોજન કરવામાં આવી રહ્યું છે.