દુનિયામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો કહેર, અમેરિકા, યુરોપ સહિત વિશ્વના કેટલાક દેશોમાં ચેતવણી
02, જુલાઈ 2021 495   |  

વોશિંગ્ટન-

દુનિયામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો કહેર વધતો જઇ રહ્યો છે. આ ઝડપથી ફેલાઇ રહ્યો છે. વિશ્વના ૯૬ દેશમાં કોરોનાના આ સંક્રામક વેરિઅન્ટ પહોચી ચુક્યો છે. આવનારા મહિનામાં વિશ્વભરમાં ડેલ્ટા વેરિઅન્ટ હાવી થઇ જશે. આવનારા મહિનામાં કોરોનાનું આ ઘણુ સંક્રામક સ્વરૂપ વિશ્વભરમાં હાવી થઇ જશે. આ વેરિઅન્ટ સૌથી પહેલા ભારતમાં જાેવા મળ્યો હતો. અમેરિકા અને યુરોપમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. યુરોપમાં ઓગસ્ટ સુધી ડેલ્ટા વેરિઅન્ટના પ્રભાવી થવાની સંભાવના છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચેતવણી આપી છે કે ઓગસ્ટ સુધી ડેલ્ટા વેરિઅન્ટ યુરોપમાં ઝડપથી ફેલનારા સૌથી મુખ્ય વેરિએન્ટ હોઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યુ કે ગત અઠવાડિયે કેસની સંખ્યા ૧૦ ટકાનો વધારો થયો છે. આ ઝડપથી વિકસીત થઇ રહેલી સ્થિતિના સંદર્ભમાં થિ રહ્યુ છે, જેમાં ચિંતાનું કારણ બન્યુ છે ડેલ્ટા વેરિઅન્ટ. યુરોપના એવા ક્ષેત્રમાં કોરોનાના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે જ્યા લાખો લોકો રસીકરણ વગર રહી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યુ કે ડેલ્ટા વેરિઅન્ટ ઘણા જલ્દી અલ્ફા વેરિઅન્ટથી આગળ નીકળી ગયુ છે અને આ કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દી અને મોતમાં વૃદ્ધિ થઇ રહી છે. સિન્હુઆ સમાચાર એજન્સીએ જણાવ્યુ કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપીય ક્ષેત્રના પ્રમુખ ક્લુગ અનુસાર ઓગસ્ટ સુધી યુરોપમાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાશે. ડેલ્ટા વેરિઅન્ટ અમેરિકામાં બીજુ સૌથી પ્રચલિત કોરોના વાયરસ વેરિઅન્ટ છે અને આવનારા અઠવાડિયામાં તેના ઝડપથી ફેલાવવાની ભવિષ્યવાણી કરી છે. સીડીસીના નિર્દેશક રોશેલ વાલેસ્કીએ તેની જાણકારી આપી છે. એક પ્રેસ બ્રીફિંગમાં બોલતા, વાલેંસ્કીએ ઓછા રસીકરણના દર અને ડેલ્ટા વેરિઅન્ટના પ્રસાર વચ્ચે વર્તમાન સબંધને પણ રેખાંકિત કરી છે. રિપોર્ટ અનુસાર ડેલ્ટા સ્ટ્રેનના સૌથી ઝડપથી ફેલનારા અને સૌથી સંક્રામક કોરોના વાયરસ વેરિએન્ટ માનવામાં આવે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution