કરાચી-
કોરોનાની બીજી લહેરે પાકિસ્તાનમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. આ શ્રેણીમાં કરાંચીમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના મોટા પ્રમાણમાં કેસ મળી આવ્યા છે. કેટલાંક આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે શહેરમાં કોવિડ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે અને તે ગંભીર ચિંતાનું કારણ છે. ગલ્ફ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે કરાચી શહેરને હોસ્પિટલોમાં પથારીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ડોકટરોના સંગઠનોએ પ્રાંત સરકારને સલાહ આપી છે કે શહેરમાં આરોગ્ય કટોકટી લાદવામાં આવે. આ માટે સામાન્ય હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાની સલાહ આપવામાં આવી છે.ગલ્ફ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે સિંધના મુખ્ય પ્રધાનના સલાહકાર સેનેટર મુર્તઝા વહાબે કહ્યું કે કરાચીમાં કોવિડની સ્થિતિ ખૂબ જ જોખમી બની છે. પાકિસ્તાનમાં કોરોનાવાયરસના 2,145 કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 991,727 પર પહોંચી ગઈ છે, જ્યારે કોરોનાને કારણે મૃત્યુઆંકની કુલ સંખ્યા 22,848 છે.
Loading ...