અમદાવાદ, સાબરમતી કાળીગામ પાસેના દિગ્વિજય સિમેન્ટની ફેક્ટરી પાસેના મકાનોમાં એક યુવકે આપઘાત કર્યો હતો. જાે કે તેના પોસ્ટરો સાથે લોકોએ પોલીસ સ્ટેશનની બહાર દેખાવો કર્યો હતો જેના પગલે પોલીસે યુવકની પ્રેમીકા અને તેના પરિવારજનોના વિરુદ્ધમાં દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. બીજી બાજુ તેને ન્યાય મળે તે માટે દક્ષિણ ભારતીય સમાજના લોકો પોસ્ટરો સાથે પોલીસ સ્ટેશનની બહાર ઉભા રહી ગયા હતા.સાબરમતી વિસ્તારમાં કાળીગામ પાસે દિગ્વિજય સિમેન્ટની ફેક્ટરી આવેલી છે આ ફેક્ટરી પાસેના મકાનોમાં ૧૮ વર્ષીય સેલવાસકુમાર નલનાગમ આદિદ્રવિડ રહેતો હતો. દિગ્વિજય સિમેન્ટ ફેકટરી નજીક જ આવેલા મકાનમાં રહેતી પૂજા કોરી નામની યુવતી સાથે સેલવાસને પ્રેમસંબંધ હતો. બુધવારે સાંજે સેલવાસ તેની પ્રેમિકાના ઘરે પહોંચી ગયો હતો. જેમાં પૂજા સાથે લગ્ન કરવાની વાત તેના પરિવારજનો સાથે કરી હતી. જાે કે પરિવારજનોને બંનેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો જેથી તેઓએ લગ્ન કરાવવાની ના પાડી હતી. જાે કે સેલવાસ પૂજા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરિવારજનોએ તેને ઘરમાંથી જતા રહેવા કહેતા પાછળના રૂમ તરફ ગયો હતો. ત્યારબાદ પાછળના રૂમમાં થોડીવાર બાદ સેલવાસ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન જાેવા મળ્યા હતા. યુવકની લાશને પોલીસે પીએમ માટે મોકલી આપી હતી. યુવકે ખરેખર આત્મહત્યા કરી છે કે હત્યા કરી લટકાવી દેવાયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. યુવકના મોત મામલે શંકા ઉભી થઇ છે. પોલીસે યુવકની લાશને પીએમ માટે મોકલી આપી છે. સાબરમતી પોલીસે જણાવ્યું હતું કે યુવકના મોત મામલે અકસ્માત મોત નોંધવામાં આવી છે. યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ રીતે જાણવા મળશે.

હત્યા કે આત્મહત્યા અંગે ઘેરાતું રહસ્ય

હાલ તો સેલવાસકુમાર ના પોસ્ટરો સાથે લોકો પોલીસ સ્ટેશન બહાર દેખાવો કર્યો હોવાના કારણે પોલીસે દુષપ્રેરણાની ફરિયાદનોંધી છે પરંતુ જ્યાં સુધી પીએમ રીપોર્ટ નહીં આવે ત્યાં સુધી સેલવાસ કુમારે ની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા કરી છે તેની જાણ થઈ શકશે નહીં હાલતો આત્મહત્યા માટે પ્રેરિત કર્યો હોવાનો ગુનો દાખલ કરીને પોલીસે તે દીશામાં તપાસ આગળ વધારી છે.