વડોદરા, તા.૨૨

સાવલીનાં ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ડેરીનાં પશુપાલકોનાં હિતને લઇને આંદોલન અને ડેરીનાં ગેરવહીવટનાં આરોપો સાથેની લડત ને લઇને આખરે બરોડા ડેરીનાં કાર્યકારી પ્રુમખ ગણપતસિંહ સોંલકીએ પ્રુમખપદે અને સંઘનાં ઉપ-પ્રમુખપદેથી રાજીનામું આપી દિઘુ છે. જી,બી સોંલકીએ ભલે બરોડા ડેરીનાં હિતમાં આ નિર્ણય લિધો છે તેમ કહ્યુ છે પરંતુ રાજીનામા પાછળ સાવલીનાં ધારાસભ્ય દ્વારા પશુપાલકોનાં હિતમાં છેલ્લા કેટલાક સમયથી ચલાવવામાં આવી રહેલ આંદોલનનુંજ કારણે છે. રાજીનામા દરમ્યાન પણ તેમની વાતમાં ભારોભાર નારાજગી સાથે અસંતોષ જાેવા મળતો હતો. રાજીનામા અંગેની વાત કરતા જી,બી સોંલકીએ ખુલ્લે આમ સ્વિકાર્યુ કે બરોડા ડેરીમાં હાલ કામ કરવા માટેનું તંદુસ્સ્ત વાતવરણ નથી. હાલ ડેરીમા યોગ્ય વાતવરણ નથી. ભલે જી.બી સોંલકી એ આપેલ રાજીનામુ એ ભલે સ્વેચ્છાએ નિર્ણય લિધો છે તે કેહવાતુ હોય પરંતુ સહકારી વર્તુળની ચર્ચા પ્રમાણે આંતરીક વિવાદ નાં કારણે જ છેવટે જી,બી સોંલકીએ રાજીનામું આપવું પડયુ છે. જી.બી સોંલકીએ રાજીનામા બાદ વાત કરતા જણાવ્યુ હતુ કે હુ ડેરીનાં ડિરેકટર પદે ચાલુ રહીશ. અને આગામી સમયમાં બરોડા ડેરીનાં જે પણ પ્રમુખ અને ઉપ- પ્રુમખપદે સત્તા સંભાળશે તેને મારો બરોડા ડેરીનાં હિતમાં સહકાર રહેશે.

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર અને બરોડા નિયામક મંડળ સામસામે આરોપ- પ્રતિ આરોપ સાથે વિવાદ દિન પ્રતિદિન વધુ વકરતો હતો. અને આ સમગ્ર સહકારી ક્ષેત્રેની હુંસાતુસીનાં ઘટનાક્રમની ગંભીર નોંધ ભાજપ મોવડી મંડળે પણ લિધી હતી. બરોડા ડેરીના સત્તાધીશો સામે આક્ષેપો કરતાં સાવલી ધારાસભ્યે વિવિધ મુદ્દે તપાસની માંગ કરી હતી. ત્યારે બરોડા ડેરીના નિયામકમંડળે આજે આક્ષેપો અંગે કહ્યું હતું કે, તપાસ અધિકારીને તમામ જવાબો, આધાર-પુરાવા આપ્યા છે. ગત વર્ષ દરમિયાન બરોડા ડેરીમાં દૂધની આવક ઘટી છે તેવી રાજ્યના તમામ ૧૯ સંઘોમાં પણ ઘટી છે. જ્યારે બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને આપવામાં આવતો ભાવ અન્ય સંઘો કરતાં જરાય ઓછો નથી તેમ કહ્યું હતું.

સાવલી સહિત જિલલાના ત્રણ ધારાસભ્યોએ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરવા સહિત વિવિધ મુદ્‌ે ડેરીનાં ગેટ બહાર ધારાસભ્ય કેતન ઇનામદારના નેતુત્વમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ પ્રતીક ધરણાં કરી હલ્લાબોલ કર્યા હતા. વિવાદ વધુ વકરતા કાર્યકારી પ્રમુખ જી.બી.સોલંકી સહિત નિયામકમંડળના સભ્યોએ બરોડા ડેરી સત્તાધીશો સામે થયેલા આક્ષેપો નું ખંડન પણ કર્યુ હતુ. આ ઉપરાંત ટેન્ડરોમાં ગેરરીતિ તેમજ સગાંવાદના આક્ષેપો પણ ડેરીનાં સત્તાધીશો સામે કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર વિવાદનાં ઉકળતા ચરૂ વચ્ચે નાટકીય રીતે બરોડા ડેરીનાં કાર્યકારી પ્રુમખ જી,બી સોંલકીએ રાજીનામું આપતા હવે સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારની ડેરી અંગેનાં આરોપો સામે શુ રણનીતી રહે છે તેના પર સૌની મીટ છે.

ભાજપ મોવડીમંડળ કે કોઇનું દબાણ નથી, સ્વેચ્છા રાજીનામું આપ્યું છે

 બરોડા ડેરીનાં કાર્યકારી પ્રુમખપદેથી રાજીનામું આપનાર જી.બી,સોલંકીએ જણાવ્યુ હતુ કે મારા રાજીનામાથી ડેરીમાં અશાંતિ ઓછી થતી હોય તો મારે રાજીનામું આપવુ જાેઇએ તેમ સમજીને મે રાજીનામું આપ્યુ છે. કોઇનું દબાણ નથી. જી,બી સોંલકીએ જણાવ્યુ હતુ કે તેઓ ડેરીનાં ડિરેકટર પદે ચાલુ રહેશે.

રાજીનામા સમયે ભાજપ જિલ્લા પ્રુમખ સતીષ નિશાળીયાની ઉપસ્થિતિ સૂચક

 બરોડા ડેરીનાં વહીવટ સામે ગંભીર આરોપ સાથે લડતનાં મંડાળ કરનાર સાવલીનાં ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદાર ડેરીનાં મામલે વધુ આક્રમક રીતે પોતાની લડત આગળ ધપાવી રહ્યા છે. ત્યારે ભાજપ મોવડી મંડળે પણ સહકારી ક્ષેત્રનાં આ વિવાદની ગંભીરતાથી નોંધ લિધી છે ત્યારે ભાજપનાં જિલ્લા પ્રુમખ સતીષ નિશાળીયાએ જણાવ્યુ હતુ કે સમગ્ર ઘટનાક્રમ અંગે ભાજપ પ્રદેશ પ્રુમખને જાણ કરવામાં આવશે. ડેરીમાંથી કાર્યકારી પ્રમુખ જી.બી સોંલકી રાજીનામું આપ્યુ છે તેનું દુખ છે.