લોકસત્તા ડેસ્ક  

રાત્રે જમ્યા પછી જો તમને કંઇક મીઠું ખાવાનું મન થાય તો તમે સફરજનની રબડી બનાવી શકો છો. તે સ્વાદિષ્ટ હોવા સાથે બનાવવાનું ખૂબ જ સરળ છે. ચાલો તમને જણાએ તેની રેસિપિ .

સામગ્રી:

ફુલ ક્રીમ દૂધ - 750 મિલી

કાપેલુ સફરજન - 1

ખાંડ - 3 ચમચી

બદામ - મુઠ્ઠીભર (જીણું સમારેલુ)

કાજુ - મુઠ્ઠીભર (જીણું સમારેલુ)

લીલી એલચી પાવડર - ચપટી

રેસીપી

1: પહેલા સફરજનની છાલ કાઢો અને તેને છીણી લો.

2. એક કડાઈમાં દૂધ નાંખો અને તેને ધીમા તાપે ઉકાળો. તેને મધ્યમાં હલાવતા રહો જેથી દૂધ તળિયે ચોંટે નહીં.

3. જ્યારે દૂધ અડધુ રહે ત્યારે સફરજન નાંખો અને 3-4 મિનિટ પકાવો.

૪. હવે તેમાં ખાંડ નાખો અને થોડીવાર માટે પકાવો.

૫.. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર, સમારેલી બદામ-કાજુ ઉમેરી બરાબર એક મિનિટ સુધી થવા દો.

6. તમારી એપલ રબડી તૈયાર છે તેને ગરમા-ગરમ સર્વ કરો.