72 Run ની જીત છતાં ચિંતા યથાવત! 1 March West Indies સામે ભારત માટે ‘કરો કે મરો’ મુકાબલો|Eden Gardens
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 | 5049
ભારતે ટી20 વર્લ્ડકપના સુપર-8ના મુકાબલામાં ઝિમ્બાબ્વે સામે 72 રનથી જીત મેળવી છે.
પરંતુ આ જીત પછી પણ ભારતનું સેમિફાઇનલમાં પહોંચવાનું નક્કી થયું નથી. ભારતે આગામી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ફરજિયાત હરાવવું પડશે.
વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો મુકાબલો 1 માર્ચના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં થશે. વેસ્ટ ઇન્ડીઝને પણ જો સેમિફાઇનલમાં પ્રવેશવું હશે તો આ મુકાબલો જીતવો પડશે.
ઝિમ્બાબ્વે સામેની જીતથી ભારતની ટીમનો આફ્રિકા સામેની હાર પછી આત્મવિશ્વાસ પાછો આવ્યો હશે પરંતુ હજુ કેટલીક ચિંતાઓ છે જે ભારતને પરેશાન કરી શકે છે અને વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતને તેનું ધ્યાન રાખવું પડશે.