લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2026 |
3564
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા શરૂ કરીને અનેક મતદારોના નામ કાપી નાખ્યા હતા, જાેકે તેમ છતાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનાં મતદાનમાં ‘વોટિંગ ટકાવારી’ અને ‘કુલ મતદારોની સંખ્યા’માં વધારો થતાં જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ગુરુવારે ૧૬ જિલ્લામાં ૧૫૨ બેઠકો પર મતદાન યોજાયું હતું, ત્યારે આ જ બેઠકો પર ૨૦૨૧માં પણ મતદાન યોજાયું હતું. ૨૦૨૧ અને ૨૦૨૬ની આંકડાઓની તુલના કરતા આ વખતની ચૂંટણીમાં ૨૪ લાખ મતો વધી ગયા હોવાની વિગતો સામે આવી છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી-૨૦૨૬માં પ્રથમ તબક્કામાં ૩.૩૫ કરોડથી વધુ મતદારોએ, જ્યારે ૨૦૨૧માં ૩.૧ કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. SIR પ્રક્રિયા બાદ આ જ ૧૫૨ બેઠકો પર ૧૮ લાખ મતદારો ઘટી ગયા હતા. ૨૦૨૧માં આ બેઠકો પર ૩.૮ કરોડ મતદારો હતા. આ વખતે SIR બાદ મતદારોનો આંકડો ઘટીને ૩.૬ કરોડે પહોંચી ગયો હતો.
ચૂંટણી પંચના અપડેટેડ ડેટા મુજબ, ૧૬માંથી ૧૪ જિલ્લા (કાલિમ્પોંગ અને દાર્જિલિંગ સિવાય)માં ૯૦ ટકથી વધુ મતદાન થયું છે. સૌથી વધુ કૂચ બિહારમાં ૯૬ ટકા, દક્ષિણ દિનાજપુરમાં ૯૫.૪ ટકા, જલપાઈગુડીમાં ૯૪.૬ ટકા, વીરભૂમમાં ૯૪.૫ ટકા, માલદામાં ૯૪.૪ ટકા મતદાન થયું છે.