01, ઓગ્સ્ટ 2020
396 |
પ્યોંગયોંગ-
કોરોના વાયરસ સંકટ સામે હાલ આખું વિશ્વ લડી રહ્યું છે. ત્યારે દક્ષિણ કોરિયામાં લોકોમાં મહામારીનો એવો ખૌફ ફેલાયો છે કે તેમણે ૨.૨૫ ટ્રિલિયન ડોલર મૂડીની નોટ અને સિક્કાઓને નષ્ટ કરી દીધા છે. દક્ષિણ કોરિયાના લોકોએ કોરોના વાયરસથી બચવા માટે ત્યાંની ચલણી નોટોને વોશિંગ મશીનમાં નાંખી દીધી. એવી મીડિયા રિપોર્ટથી માહિતી મળી છે.
રિપોર્ટ મુજબ કેટલાય લોકો તો એવા હતા જેમણે નોટોનું બંડલ ઓવનમાં નાંખી દીધું. જેના કારણે મોટાભાગે નોટ સળગી ગયા. ત્યારે હવે દક્ષિણ કોરિયાની રિઝર્વ બેંક આ ટ્રિલિયન ડોલરના નુકસાનથી ઝઝૂમી રહી છે. રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયાની રિઝર્વ બેંક કહેવાતી બેંક ઓફ કોરિયાએ શુક્રવારે જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં વર્ષ ૨૦૧૯ની અપેક્ષા લોકોએ ૩ ગણી વધુ બળેલી નોટો બદલાવી છે. બેંકે કહ્ય્šં કે આ વધાર પાછળ સૌથી મોટું કારણ કોરોના વાયરલનો ખૌફ છે.
રિપોર્ટ પ્રમાણે બેંકે કહ્યું કે જાન્યુઆરીથી જૂન વચ્ચે ૧.૩૨ ટ્રિલિયન વોન( લગભગ ૧.૧ અબજ ડોલર)ની સળગેલી નોટો બેંકને પરત કરવામાં આવી હતી. જ્યારે ગત વર્ષે માત્ર ૪૦ લાખ ડોલરની સળગેલી નોટ પરત કરવામાં આવી હતી. આ સાથે બેંકે જણાવ્યું કે આ વર્ષે ઓવનમાં નોટો સળગાવવાની ઘટનાઓ વધુ સામે આવી છે. બેંકે નિવેદનમાં સંકેત આપ્યા કે લોકોએ કોરોના વાયરસના ખૌફના કારણે ઓવનની અંદર નોટોને સળગાવી દીધી.