11, ઓગ્સ્ટ 2025
પટણાં |
5049 |
એચપીમાં હજુ 360થી વધુ રસ્તાઓ બંધ
ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બિહારના 7 જિલ્લા પૂરની ઝપેટમાં છે. 10 લાખ લોકો પ્રભાવિત છે. ગંગા સહિત બિહારની 10 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. પટણા જિલ્લાની 24 ગ્રામ પંચાયતો પણ પૂરથી ઘેરાયેલી હોવાનું જાણવા મળે છ.
બિહાર ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. મુરાદાબાદમાં રામગંગા નદી છલકાઈ રહી છેછેલ્લા 24 કલાકમાં યુપીના 54 જિલ્લાઓમાં 5.9 મીમી વરસાદ પડ્યો છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયા બાદ NH-305 નો ઓટ-સૈંજ રસ્તો બંધ થઈ ગયો છે. રાજ્યમાં 360થી વધુ રસ્તાઓ પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે. ચોમાસા સંબંધિત ઘટનાઓમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 116 લોકોનાં મોત થયા છે. 37 લોકો હજુ પણ ગુમ છે.હીમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ હતુ બંધ હોવાનું જાણવા મળે છે.