લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, માર્ચ 2026 |
2574
નવી દિલ્હી :છેલ્લા કેટલાક સમયથી ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે નિર્દોષ લોકોને લૂંટવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ સ્કેમમાં સ્કેમર્સ વૉટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ જાેખમને જાેતાં ભારત સરકારે હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને વૉટ્સએપને સીધો આદેશ આપ્યો છે કે સ્કેમમાં વપરાતા ડિવાઇસને તાત્કાલિક બ્લોક કરવામાં આવે. હવે માત્ર એકાઉન્ટ નહીં, આખું ડિવાઇસ બ્લોક થશે.
ગૃહ મંત્રાલય હેઠળની સાયબર વિંગ ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (ૈં૪ઝ્ર)’ના રિપોર્ટ બાદ આ ર્નિણય લેવાયો છે. સ્કેમર્સ વારંવાર નવા નંબરથી એકાઉન્ટ બનાવી લેતા હોય છે, તેથી હવે તેમના ફોનની ઓળખ એટલે કે ડ્ઢીદૃૈષ્ઠી ૈંડ્ઢ પર જ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.
વૉટ્સએપ પર સ્કાઇપ જેવા સુરક્ષા ફીચર્સ લાગુ કરવા પર વિચારણા ચાલી રહી છે. ૈં્ રૂલ્સ ૨૦૨૧ હેઠળ ડિલીટ કરેલા એકાઉન્ટનો ડેટા ૧૮૦ દિવસ સુધી સુરક્ષિત રાખવા પર ભાર મૂકાશે, જેથી તપાસ એજન્સીઓને પુરાવા મળી રહે. ખતરનાક છઁદ્ભ ફાઇલો અને નકલી એપ્સને ઓળખીને તેને બ્લોક કરવાની યોજના છે.
જેમ દરેક ભારતીય પાસે ‘આધાર કાર્ડ’ હોય છે, તેમ દરેક ઈલેક્ટ્રોનિક ગેજેટની પોતાની એક અલગ ઓળખ હોય છે જેને ડ્ઢીદૃૈષ્ઠી ૈંડ્ઢ કહેવાય છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ૈંસ્ઈૈં નંબર મોબાઇલ નેટવર્ક પર ફોનની ઓળખ માટે હોય છે. સ્છઝ્ર એડ્રેસ ઉૈ-હ્લૈ અથવા નેટવર્ક કનેક્ટિવિટી માટે હોય છે. સીરિયલ નંબર એટલે કંપની દ્વારા આપવામાં આવેલો યુનિક નંબર અપાય છે. એડવર્ટાઇઝિંગ ૈંડ્ઢ એપ્સ અને જાહેરાતો માટે વપરાતો નંબર હોય છે. આ સ્કેમમાં ગુનેગારો પોલીસ, ઝ્રમ્ૈં અથવા કસ્ટમ્સ અધિકારી બનીને વૉટ્સએપ વીડિયો કોલ કરે છે. તેઓ પીડિતને ડરાવે છે કે તેમના નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ આવ્યું છે અથવા ડ્રગ્સ કેસમાં તેમનું નામ છે. ત્યારબાદ ધરપકડની ધમકી આપીને તેમને ‘ડિજિટલી તપાસ‘માં સહયોગ કરવા કહેવાય છે.