દેવાયત ખવડે માફી માગતા કહ્યું કે,મેં ભૂલ જાહેરમાં કરી હતી તેથી માફી પણ જાહેરમાં જ માંગવી પડે
31, ઓક્ટોબર 2023

અમરેલી,તા.૩૧

અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના સરદાર પ્રેમી ઉધ્યોગપતિ ગોપાલ વસ્તરપરા દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ચમારડી ગામ ખાતે એક કાર્યક્રમમાં વલ્લભ નામ ધરાવતા ૧૪૮ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરી સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચમારડી ખાતે આયોજિત કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરદાર પટેલ જ્યંતીના કાર્યક્રમમાં જાહેરમાં માફી માંગી. આ કાર્યક્રમમાં તેમણે માફી માગતા જણાવ્યુ કે, મેં ભૂલ જાહેરમાં કરી હતી તેથી માફી પણ જાહેરમાં જ માંગવી પડે. મને મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. અમરેલીના ચમારડીમાં સરદાર જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત દેવાયત ખવડે જાહેરાત કરી કે, હું ગુજરાત અને દુનિયાના દરેક ખૂણે જીવનભર સરદાર પટેલ જ્યંતી નિમિતે પૈસા લીધા વિના ડાયરા કરીશ. મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના સ્મરણાર્થે આયોજિત રામકથામાં દેવાયત ખવડનો કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો. જાેકે, દેવાયત ખવડ દ્વારા તાજેતરના એક કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કરાયેલી ટિપ્પણીને કારણે પાટીદાર સમાજ રોષે ભરાયાો હતો. જેના કારણે મોરબી કાર્યકમ રદ્દ કરી નાખવામાં આવ્યો હતો. આ અંગેની દેવાયત ખવડે જાહેર મંચ પરથી માફી માંગી છે.ચમારડી ગામમાં આયોજિત સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ જ્ઞાતિના વલ્લભભાઈ નામ ધરાવતા ૧૪૮ વ્યક્તિઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો. ૧૪૮થી પણ વધુ એટલે કે લગભગ પોણા બસ્સો જેટલા વલ્લભ નામધારી લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.. વલ્લભ નામ ધરાવતા લોકો સન્માનિત થતી વેળાએ ગદગદ થયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution