અમદાવાદ-

ગુજરાત, મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આજે 6.3 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા અનુભવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલું સોળસુબા, વેવજી ગામોમાં આજે ધરા ધ્રુજી હતી. આ વિસ્તારોમાં આજે ભૂકંપના બે આંચકા અનુભવાય હતા. આ આંચકાની તીવ્રતા 3.2 હોવાનું જાણવામાં આવે છે. આ ભુકંપ પાલઘર જીલ્લાના ડહાણુથી 13 કિમી ઉતર-પુર્વ તરફ નોંધાયો હોવાનું જાણવા મળે છે. આ સાથે આજે જ સવારે 11:57 વાગ્યે મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી ના નેશનલ સેન્ટર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. ભૂકંપનો અનુભવ થતાંની સાથે જ લોકો ભયથી ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.