વડોદરા, તા.૨૧
ગત વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે ટીકીટ નહી આપતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ચૂંટાઇ આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તાજેતરમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આજે તેઓ વાઘોડિયા ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. તેઓ સાથે અન્ય કાર્યકરો પણ મોટી સંખ્યામાર્સમર્થકો પણ ભાજપામાં જાેડાયા હતા.વાઘોડિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો હાજર રહ્યા હતા. માજી ધારાસભ્ય ધર્મન્દ્રસિંહ વાઘેલા ભાજપામાં જાેડાતા કાર્યકરોએ જય ઘોષ કરીને વધાવી લીધા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વાઘોડીયા બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા બેઠક ખાલી પડી છે. આગામી આવનાર પેટા ચૂંટણીમાં ભાજપા તેઓને ટિકીટ આપશે. ત્યારે તેઓને ૧.૫૦ લાખ મતોથી જીતાડી લાવવા અપીલ કરી હતી. ભાજપા પ્રવેશ સભામાં કાર્યકરો દ્વારા કહો દિલસે બાપુ ફિરસેના નારા લગાવ્યા હતા. પ્રદેશ પ્રમુખે એમ પણ જણાવ્યું કે તેઓએ રાજીનામું આપી ભાજપામાં આવીને સેવા કરવાનું પસંદ કર્યુ છે. તો હવે તેઓને બમણાં મતોથી જીતાડવાની જવાબદારી તમારી છે.
જાેકે, અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપામાં જાેડાતા તેઓને ભાજપા આગામી પેટા ચૂંટણીમાં ટિકીટ આપે તેમ મનાઇ રહ્યું છે. ધર્મેન્દ્રસિહ વાઘેલાના ભાજપા પ્રવેશ માટે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદિપસિહ જાડેજા સહિત જિલ્લા ભાજ૫ાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.