શું તમે સાઉથ ઇન્ડિયન ફૂડના શોખીન છો? શું તમને ઢોંસો જોતા મોઢામાં પાણી આવે છે? તો જાણો ફક્ત 5 મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ ઢોસા અને તેની ચટણીની રેસિપી.

સામગ્રી:

1 કપ દળેલી સોજી,1/3 કપ ઘઉંનો લોટ,3/4 કપ દહીં,3/4 કપ પાણી,સ્વાદ અનુસાર મીઠું,1/8 ચમચી સોડા .

ચટણી માટે:

50 ગ્રામ મગફળી,3 થી 4 ચમચી તાજા નાળિયેર,1/2 ચમચી ધાણા બીજ\,1 - 2 ચમચી લીલા મરચા,15 થી 20 કરી પાંદડા,1 ચમચી તેલ,નાની આમલી,સ્વાદ અનુસાર મીઠું.

તડકા માટે:

1/2 ચમચી તેલ,સરસવના દાણા,1/2 ચમચી અડદ દાળ,1/2 ચમચી ચણાની દાળ,સુકું લાલ મરચું.

રીત:

ઢોસાની પેસ્ટ બનાવવા માટે:

એક બાઉલ લઇને તેમાં 1 કપ જીણી સોજીનો લોટ લેવો, જેમાં 1/3 કપ ઘઉંનો લોટ ઉમેરી તેમાં 3/4 કપ દહી ઉમેરવું. ત્યારબાદ તેમાં ચમચા વડે હલાવી 3/4 કપ પાણી ઉમેરવું. ખીરું મિક્સ થયા બાદ તેને 5 મિનિટ સુધી ઢાંકીને મુકો.

ચટણી બનાવવા માટે:

એક ફ્રાય પેન લેવું તેમાં 50 ગ્રામ કાચા સિંગ દાણા નાખી, તેને ધીમા તાપે 2 મિનીટ સુધી શેકવાં. ત્યારબાદ ફ્રાય પેનમાં 3 થી 4 ચમચી ટોપરું ઉમેરવું અને અડધી ચમચી સુકા ધાણા ઉમેરવા અને તેને 1 મિનિટ સુધી શેકવું. ત્યારબાદ તેને બાઉલમાં નીકાળી દેવું. લીધેલ ફ્રાય પેનમાં 1/2 ચમચી તેલ નાખો, તેને ધીમા તાપે ગરમ થવા દો. તેલ ગરમ થતા તેમાં 1-2 ચમચી લીલા મરચા અને 15 થી 20 કરી પાંદડા (મીઠો લીમડો) નાખો. ત્યારબાદ વઘારેલ મરચા અને પાંદડાને સિંગ અને ટોપરા વાળા બાઉલમાં નીકાળી દેવું. 2 મિનિટ ઠંડુ થયા બાદ તેને એક મિક્સરમાં નીકાળી લેવું અને મિક્સરમાં નાની આમલી ઉમેરવી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી તેને મિક્સ અથવા ક્રસ કરવું. ત્યારબાદ તૈયાર થયેલી ચટણીને ફ્રાય કરવા ફ્રાય પેનમાં કાઢો. તેમાં 1 ચમચી તેલ અને થોડી રાય નાખો. રાય ફ્રાય થતાં તેમાં 1/2 ચમચી અડદ દાળ અને 1/2 ચમચી ચણાની દાળ નાખો પછી તેમાં સુકું લાલ મરચું નાખો, ફ્રાય થયા બાદ તેને મિક્સ કરી લેવું.

ઢોસો બનાવવા માટે:

સોજીના લોટમાં જરૂર અનુસાર પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું, તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું અને 1 ચમચી ખાવાનો સોડા ઉમેરી તેને મિક્સ કરી દેવું. ત્યારબાદ ઢોસાની તવી પર 1 ચમચી તેલ નાખવું. ગરમ થતા તેને પેપર નેપકીન વડે તવી પર દરેક બાજુ સુધી ફેલાવી દેવું. ત્યારબાદ એક ચમચા વડે ખીરું ધીરે-ધીરે નાખી ફેલાવી દેવું. ઉપરનું લેયર શેકાઈ જતા તેમાં તેલ નાખવું. 2 મિનિટ બાદ તૈયાર થઇ જશે ઢોસો તેને ચટણી સાથે સર્વ કરો.