લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
3069
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે પોતાને ‘ચૌધરી’ બતાવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મૂર્ખામીનો ભાંડો ફરી એકવાર ફૂટી ગયો છે. શાહબાઝ શરીફની એક ઓનલાઈન પોસ્ટ સામે આવી છે, જેનાથી ઈરાન સંકટમાં પાકિસ્તાનની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. આ શાહબાઝની પરની એક પોસ્ટ પછી થયું, જેને તાત્કાલિક એડિટ કરવામાં આવી હતી. પરંતુ આ એડિટે લોકોનું ધ્યાન ઝડપથી ખેંચ્યું અને હવે તેને લઈને પાકિસ્તાનના વડાપ્રધાનની મજાક ઉડી રહી છે. શરીફે મંગળવારે ટ્રમ્પના યુદ્ધવિરામની જાહેરાત પહેલા પર એક પોસ્ટ કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને તેમાં ટ્રમ્પને ઈરાન પરના તેમના હુમલાની સમયમર્યાદા વધારવા અને રાજદ્વારી વાટાઘાટોને તક આપવા અપીલ કરી હતી. શરીફે લખ્યું, રાજદ્વારીને પોતાનો માર્ગ નક્કી કરવા દેવા માટે, હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમયમર્યાદા બે અઠવાડિયા માટે વધારવા નમ્ર વિનંતી કરું છું. આ જ પોસ્ટમાં તેમણે ઈરાનને હોર્મુઝને ફરીથી ખોલવા વિનંતી પણ કરી હતી.