બંગાળમાં 'દીદી' અને ટીએમસીની મનમાની ચાલવા દઇશું નહીઃ PM મોદી
10, એપ્રીલ 2021

સિલીગુડી-

પશ્વિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે ૫મા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સિલીગુડીમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. પીએમએ પોતાની જનસભામાં મમતા બેનર્જી અને સત્તારૂઢ ટીએમસી પર હુમલો કરતાં કહ્યું, બંગાળમાં 'દીદી' અને ટીએમસીની મનમાની ચાલવા દઇશું નહી. પ્રધાનમંત્રીએ કહ્યું, ૨ મેના રોજ બંગાળમાં ભાજપની સરકાર આવી રહી છે ત્યારબાદ પ્રદેશને કટમની સાથે મુક્ત કરાવવામાં આવશે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- 'તુષ્ટિકરણના રાજકારણએ બંગાળને બરબાદ કરી દીધું છે. દીદીના લોકો અને ટીએમસીના ગુંડા જનતાને ધમકાવી રહ્યા છે. એટલા માટે તેમને સમજાવવા જાેઇએ કે દીદી બંગાળની ભાગ્યવિધાતા નથી. હારના કારણે દીદીના ગુંડા ગભરાઇ ગયા છે. દીદીના ૧૦ વર્ષના રાજની આ જ સચ્ચાઇ છે. એટલા માટે અમે વાયદો કરીએ છીએ કે તોલાબાજ અને કટમની મુક્ત સરકાર આપીશું. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત પોતાને ચાવાળા ગણાવતાં કરી હતી. જનસભામાં પીએમ મોદીએ એ પણ કહ્યું કે 'દીદીને મારા પર ગુસ્સો આવી રહ્યો છે. દીદીએ ગરીબો, દલિતોની સાથે અન્યાય કર્યો છે. દીદીને પોતાના કામનો હિસાબ આપવો જાેઇએ. એટલે હવે બંગાળને બદલવાનો સમય આવી ગયો છે.'

પશ્વિમ બંગળના કૂચબિહાર જિલ્લામાં શનિવારે સ્થાનિક લોકો દ્રારા હુમલો કર્યા બાદ સીઆઇએસએફએ કથિત રીતે ગોળીઓ ચલાવી જેમાં ચાર લોકોના મોત થયા છે. એવો આરોપ છે કે સ્થાનિક લોકોએ સીઆઇએસએફ જવાનોની રાઇફલ ઝૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું, આ ઘટના સીતલકૂચીમાં થઇ જ્યારે મતદાન ચાલી રહ્યું હતું. એક ગામમાં પોતાની ઉપર હુમલો કર્યા બાદ સીઆઇએસએફ જવાનોની ગોળીબારીમાં ચાર લોકોના મોત થયા છે. ત્યાં હાથાપાઇ થઇ અને સ્થાનિક લોકોએ તેમનો ઘેરાવો કરી દીધો અને તેમની રાઇફલો ઝૂંટવવાના પ્રયત્ન બાદ કેંદ્રીય બળોએ ગોળીઓ ચલાવી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution