લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
2574
ગુજરાતમાં ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિજય બાદ, મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદ માટે નામ નક્કી કરવા માટે પાર્ટી દ્વારા મહત્વની બેઠક યોજાશે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છઠ્ઠી, સાતમી અને આઠમી મેના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે યોજાશે, જેમાં ૧૫ મહાનગરપાલિકાના મહત્વના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના ચેરમેનના નામોને લઈને પણ ચર્ચા થશે.પહેલી, બીજી અને ત્રીજી મેના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નિરીક્ષકોની ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા અંતર્ગત, વિવિધ પદ માટે યોગ્ય ઉમેદવારોના નામ એકત્રિત કરીને ચર્ચા માટે રજૂ કરવામાં આવશે.પ્રાથમિક માહિતી અનુસાર, ૧૦ મે પહેલા તમામ જગ્યાએ હોદ્દેદારો પોતાનો ચાર્જ સંભાળી લેશે તેવી તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટી દ્વારા તમામ નિયુક્તિઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.સૂત્રાના જણાવ્યા અનુસાર, “મહાનગરપાલિકાઓમાં જનતાના મંડાટને ધ્યાનમાં રાખીને યોગ્ય પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે.તમામ પ્રક્રિયા પારદર્શક અને સંગઠનના નિયમો અનુસાર હાથ ધરાશે.આ બેઠક બાદ, નવા મેયર અને અન્ય હોદ્દેદારોના નામ જાહેર થશે અને તેઓ પોતાની જવાબદારી સંભાળી લેતા, મહાનગરપાલિકાઓના કાર્યમાં નવી દિશા અને ગતિ મળશે તેવી અપેક્ષા છે.