ગાંધીનગર-

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ મહાદેવ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ.કેશુભાઈ પટેલના અસ્થી વિસર્જન આવતીકાલે સોમનાથ ત્રિવેણી સંઘમ ખાતે કરવામાં આવશે. જેમાં તેમના પરિવાર જનો ખાસ ઉપસ્થિ રહેશે અને શાસ્ત્રોક્ત વિધિથી અસ્થી વિસર્જન કરવામાં આવશે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના પનોતા પુત્ર સ્વ.કેશુભાઈ પટેલનું તાજેતરમાં આકસ્મિક અવસાન થયું હતું. આવતીકાલે રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદમાં રહેતા તેમનો પરિવાર બાપા ના અસ્થિનું વિસર્જન સોમનાથ મહાદેવ મંદિરના ત્રિવેણી ઘાટ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરશે. ઉલ્લેખનીય છે કે કેશુભાઈ છેલ્લા શ્વાસ સુધી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહ્યા છે.ત્યારે પરિવાર જનોએ તેમની સોમનાથ મહાદેવ સાથેની જોડાયેલી લાગણીઓ ના પરિપ્રેક્ષયમાં સોમનાથ ખાતે અસ્થી વિસર્જન કરવાનો નિર્ણય કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.