મેઘરાજાનું આગમન થતાં જ વાદળછાયા વાતાવરણ સાથે ચોખ્ખું આકાશ દેખાતાં શહેરમાં બહુમાળી ઈમારત પરથી પાવગઢનો ડુંગર નરી આંખે દેખાતાં લોકોએ અગાશી પરથી માતાજીના ધામ પાવાગઢ ડુંગરના દર્શન કર્યા હતા. તો અનેક પ્રકૃતિપ્રેમીઓએ આહ્‌લાદક વાતાવરણ અને નયનરમ્ય નજારાનો આનંદ માણ્યો હતો.