ગોલ્ડન બ્રિજ ૨૦ ફૂટે પહોંચતા જિલ્લા તંત્ર એલર્ટ
17, ઓગ્સ્ટ 2022 1089   |  

ભરૂચ,તા.૧૬

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના સરદાર ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાં સારા વરસાદને પગલે સરદાર ડેમ ખાતે પાણીની સારી આવક થઈ છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૪ મીટર સુધી પહોંચી ચુકી છે જેના કારણે તબક્કાવાર ૪ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ભરૂચ નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. ગતરોજ સાંજ સુધી ભરૂચ નર્મદા નદી ૨૦ ફૂટે પહોંચી છે. પાણીની આવક વધવાની ચેતવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નર્મદા નદી કિનારે આવેલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી પાણીની આવક વધવાની સાથે જ રહીશોને સ્થળ પરથી ઊંચાણવારા વિસ્તારમાં ખસેડવામાં આવનાર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution