દિલ્હી-

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 47 લાખની નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ, સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 77 હજારને પાર થઈ ગઈ છે. જોકે આ દરમિયાન રાહતની વાત એ છે કે કોવિડ-19  સંક્રમણનો સામનો કરી અત્યાર સુધીમાં 36 લાખ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના દર્દીઓના સાજા થવાનો દર 77.77 ટકા છે. જોકે એવું જોવા મળ્યું છે કે, કોરોના સંક્રમણથી સાજા થયા બાદ પણ અનેક લોકોમાં સ્વાસ્થ્યથી જોડાયેલી બીજી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ કારણે અનેક લોકોને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. એવામાં આ સંક્રમણની ભયાનક સ્થિતિને જોતાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના દર્દીઓ અને કોરોનાથી ઠીક થઈ ચૂકેલા અન્ય લોકો માટે પ્રોટોકોલ સલાહ જાહેર કરી છે. તેમાં યોગાસનથી લઈને કાઢા પીવા અને ચ્યવનપ્રાશ ખાવા સુધીની સલાહ આપવામાં આવી છે. સ્વાસ્થાય મંત્રાલયની 15 સલાહ


1. કહેવામાં આવ્યું છે કે માસ્કનો ઉપયોગ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.


2. પર્યાપ્ત માત્રામાં ગરમ પાણી પીઓ.


3. આયુષ મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ઇમ્યૂનિટી વધારવાની દવાઓનું પણ સેવન કરો.


4. ઘર પર કે ઓફિસનું કામ ધીમધીમે જ શરૂ કરો.

5. પૂરતી માત્રામાં ઊંઘ લો અને આરામ કરો.

6. યોગ કરો. રોજ યોગાસન, પ્રાણાયામ અને મેડિટેશન કરો.

7. ડૉક્ટર દ્વારા ભલામણ કરવામાં આવેલી બ્રીધિંગ એક્સસાઇઝ કરો.

8. મોર્નિંગ અને ઇવનિંગ વૉક કરો.

9. સરળતાથી પચનારું ડાયટ લો.

10. સ્મોકિંગ અને આલ્કોહોલથી અંતર રાખો.

11. કહેવામાં આવ્યું છે કે રોજ સવારે ગરમ દૂધ કે પાણીની સાથે એક ચમકી ચ્યવનપ્રાશ ખાઓ.

12. હળદર અને મોઠાના પાણીના કોગળા કરો.

13. હળવા ગરમ પાણીની સાથે એકથી ત્રણ ગ્રામ મુળેઠી પાઉડર રોજ લો.

14. સામુદાયિક રીતે આયોજિત સેશનમાં હિસ્સો લો.

15. રોજ સવાર અને સાંજે ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખીને પીવો.