શરીરની એક્સ્ટ્રા ચરબી દૂર કરવા માટે 5માંથી કોઈ 1 કામ નિયમિત કરો
24, ડિસેમ્બર 2020 990   |  

લોકસત્તા ડેસ્ક 

જો તમે ઘરેલૂ નુસખા, કસરત કે ડાયટિંગ વિના વજન ઉતારવા કે કંટ્રોલ કરવા માગતા હોવ તો આજે અમે તમને એવી ફેટ બર્નિંગ એક્ટિવિટીસ વિશે જણાવીશું, જેમાંથી કોઈ 1 રોજ નિયમબદ્ધ થઈને કરવામાં આવે તો વધેલું વજન તો ઉતરશે જ સાથે વજન કંટ્રોલમાં પણ રહે છે. જો તમને કસરત, લીંબુ-મધના ઘરેલૂ નુસખા કે ડાયટિંગ વિના જ શરીરની વધારાની ચરબી ઓગાળવી હોય તો એવી નાની-નાની રીત છે જે બોડીની કેલરી ઝડપથી બર્ન કરે છે જેના કારણે વજન પણ ઉતરે છે.

દોરડા કૂદવા

આ ફેટ બર્ન કરવાનો સૌથી ઈફેક્ટિવ રસ્તો છે. સાથે જ તેનાથી હાર્ટ, લંગ્સ અને હાડકાંઓને પણ સ્વસ્થ રાખી શકાય છે. રેગ્યુલર 10 મિનિટ દોરડા કૂદીને 110 કેલરી બર્ન કરી શકાય છે.

સાઈકલિંગ

સાઈકલ ચલાવવાથી ટમી ફેટ ઝડપથી ઘટે છે અને મસલ્સ સ્ટ્રોન્ગ બને છે. રોજ 30 મિનિટ સાઈકલ ચલાવવાથી 200 કેલરી બર્ન કરી શકાય છે.

વોકિંગ અને જોગિંગ

સપ્તાહમાં 5 દિવસ 1 કલાક વોક કે જોગ કરવાથી ટમી ફેટ ફટાફટ બર્ન થાય છે. સાથે જ હાર્ટ ડિસીઝ, બ્રેસ્ટ કેન્સર, ડાયાબિટીસ અને સ્ટ્રોકનો ખતરો ટળે છે. આનાથી 150 કેલરી બર્ન કરી શકાય છે.

ઘરનું કામ

ઘર કામ કરવાથી ઘરમાં સાફ-સફાઈ તો થાય જ છે સાથે ફેટ પણ બર્ન થાય છે. રોજ 1 કલાક ડસ્ટિંગ અને કુકિંગ જેવા ઘર કામ કરવાથી 200 કેલરી બર્ન કરી શકાય છે.

આઉટડોર ગેમ્સ

ભાગદોડ વાળી રમતોથી મૂડ સારો થાય છે, બોડીની ઈમ્યૂનિટી વધે છે અને વજન પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 30થી 60 મિનિટ સુધી આઉટડોર ગેમ્સ રમવાથી 200થી 300 કેલરી બર્ન કરી શકાય છે


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution