આજકાલની ફેશનમાં ટ્રેન્ડ રહેવા માટે છોકરીઓ કપડાની સાથે સાથે વાળને લઇને પણ સાવચેતી રાખતી હોય છે. છોકરીઓ વાળ માટે કેરોટિન ટ્રીટમેન્ટ કરાવે છે. કૈરોટિન ટ્રિટમેન્ટ એક એવી થેરેપી છે જેનાથી વાળ દેખાવમાં સિલ્કી, શાઇની અને સોફ્ટ લાગે છે.

જોકે આ ટ્રીટમેન્ટ ઘણી જ મોંઘી છે. આ ટ્રીટમેન્ટની કિંમત આશરે 5000-6000ની હોય છે. આટલી મોંઘી ટ્રીટમેન્ટ સૌ કોઇ કરાવી શકતા નથી. પરંતુ તમે ઘરે જ પોતાના વાળમાં કેરોટિન ટ્રીટમેન્ટ કરાવી શકો છો. વાળમાં નેચરલ પ્રોટિન રીસ્ટોર કરવાની ટ્રીટમેન્ટને જ કેરાટિન પ્રોટિન ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં વાળમાં આર્ટિફિશિયલ કેરાટિન નાંખવામાં આવે છે. જેથી વાળ સ્મૂધ અને શાઈની બને છે.

કેરોટિન હેર સ્પા માટે વાળ ધોયેલા જરૂરી છે. જે પછી માર્કેટમાં મળતી કોઇ કેરોલ્યૂશ હેર માસ્ક ક્રીમ લો. ક્રિમ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમાં કેરાટિન અને બાયોટિન બંને હોય. માર્કેટમાં કૈરોટિન ફ્રી પણ ક્રીમ પણ હોય છે. તમે ઇચ્છો તો તેને ખરીદી લો. તેમાં કેમિકલ્સની માત્રા થોડી ઓછી હશે. સાથે તમને આ ક્રિમ સસ્તી પણ પડશે. પરંતુ પાર્લર જેવા લૂક માટે કોઇ સારી કંપનીની જ ક્રીમ લો, સારૂં રહેશે.

એક બાઉલમાં ક્રીમ લો, બ્રશની મદદથી આખા વાળમાં ક્રીમ લગાવી દો. જે બાદ વાળમાં સારી રીતે મસાજ કરો.વાળને હેર સ્ટ્રેટનરની મદદથી સ્ટ્રેઇટ કરો અને ધ્યાન રાખો કે તેની હિટ 180 ડિગ્રીથી વધારે ન હોય. આ હિટીંગની સાથે વાળોમાં લાગેલું ક્રીમ વાળમાં જતી રહેશે. તમારૂં સ્ટ્રેટનર સિરામિક કોટિંગવાળુ હોવું જોઇએ જેથી કોઇ નુકસાન ન થાય. વાળને સ્ટ્રેઇટ કરવા માટે ક્રીમને 40થી 45 મિનિટ સુધી ક્રિમ વાળમાં લગાવી રાખો. જે બાદ વાળને શેમ્યૂની મદદથી વોશ કરી લો અને કન્ડિશનર પણ એપ્લાઇ કરજો. વાળ 20 ટકા ભીના હોય ત્યારે તેની પર સીરમ પણ લગાવી દેવું.

આ ટ્રીટમેન્ટ લગાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ પ્રોસેસ કરવા વાળ એકદન સુકાયેલા હોવા જોઇએ. ટ્રીટમેન્ટ પહેલા વાળ ધોયેલા હોવા જોઇએ અને તે પછી વાળ ઘુવો ત્યારે કન્ડિશર લગાવો. રાતે સૂતી વખતે સિલ્ક પિલ્લો કવરનો ઉપયોગ કરો .