દિલ્હી-

કોરોના સંકટને પગલે લોકોને ઓનલાઈન લેવડદેવડ તરફ વળવાની ફરજ પડી છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ખૂબજ સતર્કતા રાખવી જરૂરી છે. ટેક્નોલોજીએ આપણા જીવનને સરળ બનાવ્યું છે એટલું જ નહીં પરંતુ બીજીતરફ સાયબર ફ્રોડ કરનારાઓને પણ વધુ તક પુરી પાડી છે. હવે દેશમાં એક નવા પ્રકારનું સ્કેમ વધી રહ્યું છે જે ક્યૂઆર કોડ સાથે જાેડાયેલું છે. દેશની સૌથી મોટી પીએસયુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ગમે તે ક્યુઆર કોડ સ્કેન કરવા સામે ચેતવણી આપી છે.

એસબીઆઈએ ગ્રાહકોને સતર્ક કરતા જણાવ્યું છે કે તે કોઈના પણ દ્વારા મોકલવામાં આવેલા ક્યુઆર કોડ સ્કેન ના કરે. જાે તમે તેમ કરો છો તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે અને તમારા ખાતામાંથી પૈસા સફાચટ થઈ જશે.બેન્કે જણાવ્યા મુજબ ક્યુઆર કોડનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે જ કરવામાં આવે છે અને તેનાંથી તમને કોઈ પૈસા મળતા નથી. એટલા માટે જ કોઈપણ દ્વારા મોકલવામાં આવતા ક્યુઆર કોડ્‌ને સ્કેન ના કરવું જાેઈએ. જાે તમારે કોઈને પેમેન્ટ કરવાનું હોય તો જ ક્યુઆરકોડ સ્કેન કરો. એસબીઆઈએ જણાવ્યું કે તમારા નાણાંને સુરક્ષિત રાખો અને મૂર્ખ ના બનો. એસબીઆઈએ ક્યુઆર કોડથી થતા ફ્રોડની સમજ આપતા જણાવ્યું કે, ઓનલાઈન ઠગ ડાયનિંગ ટેબલનું નાણાં આપવા ક્યુઆર કોડ મેકલે છે. પરંતુ ગ્રાહક સમજદાર છે અને જાણે છે કે ક્યુઆર કોડ હંમેશા પેમેન્ટ કરવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે અને પેમેન્ટ મેળવવા માટે નહીં. જેથી હવે તમામ ગ્રહાકોએ ક્યુઆર કોડના ફ્રોડમાં ફસાવાથી બચવું જાેઈએ.