વડોદરા કોર્પોરેશનના સ્વચ્છતા અભિયાન અને કાઉન્સિલરોના સાવરણી મહોત્સવની તસવીરો જાેઈને અમને એમ થયું કે, શહેરમાં સ્વચ્છતાની વાસ્તવિકતા શું છે? એની સત્યતા ચકાસવી જાેઈએ. એટલામાં કો’કે દાવો કર્યો કે, તાંદલજા તળાવમાં જેટલી ગંદકી છે એટલી કદાચ તમે તમારી જિંદગીમાં જાેઈ નહીં હોય. અમને એની વાત પર ભરોસો ન હતો એટલે અમે તાંદલજા ગામની મુલાકાત લીધી. જ્યાં તળાવની સ્થિતિ જાેઈને એક તબક્કે અમે મૂંઝવણમાં મુકાઈ ગયા. અમને સમજાતું ન હતું કે, અહીં તળાવમાં ગંદકી છે કે, ગંદકીમાં તળાવ? ખેર, તાંદલજા તળાવની આ તસવીર જાેઈને તમને શું લાગે છે? ખરેખર, આને તળાવ કહેવાય?