દેવાધિદેવ શિવ આદિ દેવ છે. અધોરી અને સાદગી ભરેલા જીવન આચરણને માનનારા શિવ હંમેશા બ્રહ્મમાં લીન રહે છે. તેમના એક હાથમાં ડમરુ તો એકમાં ત્રિશૂળ છે, ગળામાં સર્પ અને જટાઓમાં ગંગા ધારણ કરી છે, અને શરીર પર ભસ્મ અને વાઘ ચર્મ લપેટી હોય છે. ત્યારે શું તમે કદી વિચાર્યું છે કે શિવજી વાઘ ચર્મ કેમ ધારણ કરે છે. અને તેના બદલે કોઇ અન્ય વસ્ત્ર કેમ નથી પહેરતા. શિવપુરાણમાં આ મામલે રસપ્રદ વાત જણાવવામાં આવી છે.
તમામ શિવભક્તો તે વાત જાણે છે કે શિવજીના ગુણગાન, તેમના જીવન સાથે જોડાયેલી કથા સાંભળવાથી પણ પુણ્ય મળે છે. શિવ આરતીમાં પણ પ્રભુના ગુણગાન રહેલા છે. જો કે શિવજી ભોળાના ભક્ત છે. તેમને ગુણગાનનો કોઇ મોહ નથી. તે સદાય પોતાના ભક્તો પણ તેમના આશીર્વાદ વરસાવે છે. ત્યારે શિવપુરાણમાં વાઘ ચર્મ અને શિવજી અંગે આ રસપ્રદ વાત જાણો. જેમાં ભગવાન શિવ અને વાઘ સંબંધિત એક કથા છે.
આ પૌરાણિક કથા પ્રમાણે, ભગાવન શિવ એક વખત બ્રહ્માંડમાં ભ્રમણ કરતાં કરતાં એક જંગલમાં ગયા અને અહીં રહેતા ઋષિ-મુનિઓના પરિવાર સાથે રહેવા લાગ્યા. ભગવાન શિવઆ જંગલમાં નિર્વસ્ત્ર ફરતા હતાં. તે આ વાતથી અજાણ હતા કે તેમણે કોઇ વસ્ત્ર ધારણ કર્યુ નથી. શિવજીની સુડોળ કાયા જોઇ ઋષિ-મુનીની પત્નીઓ તેમનાંથી આકર્ષિત થવા લાગી. જે વાતથી ક્રોધિત થઇને એક મુનિએ એક ઊડો ખાડો શિવજીના રસ્તોમાં ખોદ્યો. જેમાં શિવજી પડી ગયા. જે પછી તેણે તે ખાડામાં વાઘને નાંખી દીધો પણ તે સમયે ચમત્કાર થયો અને શિવજી વાઘ ચર્મ ધારણ કરીને ખાડામાંથી બહાર આવ્યા જે પછી મુનિને પણ પોતાની ભૂલ સમજાઇ સાથે જ તેને જ્ઞાન થયું કે આ કોઇ સાધારણ વ્યક્તિ નથી. આ પૌરાણિક કહાનીને આધાર માનીને તેવું કહેવાય છે કે, આ જ કારણથી શિવજી વાઘ ચર્મ પહેરે છે અને તેનો આસન તરીકે ઉપયોગ કરે છે.
Loading ...