શું તમે એસિડિટીથી પીડાવ છો ?તો અહીં છે સમસ્યાનું નિવારણ
18, જાન્યુઆરી 2021 1584   |  

લોકસત્તા ડેસ્ક

એસિડિટી કોઈને પણ થઈ શકે છે, પરંતુ આધુનિક જીવનશૈલી અને કેટલીક ખાસ સ્થિતિના કારણે એ સમસ્યા ઘણી વધી જાય છે. ઘણીવાર આપણને ખાવામાં અલગ-અલગ સ્વાદ પસંદ આવે છે પણ આ જ સ્વાદ ક્યારેક એસિડિટી પેદા કરે છે. આપણે ઘણી એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેમાં એસિડ રિફ્લેક્શન થાય છે. જેથી આજે અમે તમને થોડાં ઘરેલૂ ઉપાય જણાવીશું, જે એસિડિટીની સમસ્યાને દવાઓ વિના મટાડશે.

એસિડિટીના લક્ષણો 

પેટમાં ભાર અને કબજિયાત, શરીરમાં બળતરા, પેટના ઉપરના ભાગમાં દર્દ, બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ, ખાટા ઓડકાર આવવા, ભોજન પ્રત્યે અરુચિ, ઊલટી જેવું ફીલ થવી, ગળું સૂકાવું 

એસિડિટી થવાના કારણો 

નાસ્તો ન કરવો 

લાંબો સમય ખાલી પેટ રહેવું કે વધુ પડતું આરોગવું

ભાત, ઘી-તેલ, મેદો અને મરચાં-મસાલાનું વધુ પ્રમાણમાં સેવન

વધુ માનસિક તાણ અને ક્રોધના કારણે આંતરડામાં વધુ પ્રમાણમાં એસિડનો સ્ત્રાવ

ચા, કોફી, દારૂ અને સિગારેટનું વધુ પ્રમાણમાં સેવન

ભોજન યોગ્ય પ્રમાણમાં ન ચાવવું

ખાનપાનમાં અનિયમિતતા તથા પૂરતી ઊંઘ ન લેવી

કસરત અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ

પેઈન કિલર દવાઓ સતત અને વધુ પ્રમાણમાં લેવી

ઉપાય

એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે ઠંડુ દૂધ પીવો. તમે સવારે અથવા રાતે પણ ઠંડુ દૂધ પી શકો છો. આનાથી એસિડિટી અને પેટમાં થતી બળતરાની સમસ્યા દૂર થશે. 

જો તમને કાયમ એસિડિટીની સમસ્યા રહેતી હોય તો સવારે નાસ્તામાં ઓટમીલ અને બ્રાઉન બ્રેડ ખાઓ. તેનાથી ફાયદો થશે.

રાતે સૂતા પહેલાં નવશેકા પાણી સાથે 1 ગ્રીન એલચી ખાઓ. તેનાથી પેટ, પાચન સંબંધી અને એસિડિટીની સમસ્યા દૂર થશે.

જો તમને એસિડિટીની સમસ્યા હોય તો ભૂલથી પણ ખાટાં ફળો ખાવા નહીં. તેનાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે.

એસિડિટી કે પેટની કોઈપણ સમસ્યામાં પપૈયું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેથી તમારે રોજ પપૈયાનું સેવન કરવું.

પાણીમાં ફુદીનાના થોડાં પાંદડા ઉકાળો અને જમ્યા પછી એક ગ્લાસ પીવાથી એસિડિટી નહીં થાય, આ સિવાય લવિંગ મોઢામાં નાખીને ચુસવાથી પણ રાહત મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution