અંક્લેશ્વર, અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ ક્રોપ લાઈફ સાયન્સ કંપની માં મોડી રાત્રી ના અરસામાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા હતી, જાેત જાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૫ જેટલા ફાયર ટેન્ડર ની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્દભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી. અંકલેશ્વર જીઆઇડીસી ની ક્રોપ લાઈફ સાયન્સ કંપની માં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ને જાેતા પ્લાન્ટ માં કામ કરી રહેલા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપની સંચાલકો દોડી આવી નોટીફાઈડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરી હતી. અને આગનો કોલ મળતા જ ૫ જેટલા ફાયર ટેન્ડર સાથે લાશ્કરો દોડી આવી આગ પર પાણી અને ફર્મ નો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી. જાે કે કંપની ને ભારે નુકશાન થવા પામ્યુ હતુ.