ગાંધીનગર-

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી, જેમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહના આક્ષેપોને નીતિન પટેલે વખોડ્યા સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડ આપી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર અને ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી બીપી અને આરોગ્ય વિભાગની કામગીરી કરી રહ્યા છે. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દિવસ રાત્ર લડી રહ્યા છે. ત્યારે આ લોકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહિલે કોરોનાની મહામારીમાં સરકારને મદદરૂપ થવાને બદલે રાજકીય લાભ લેવા માટે સરકાર સામે મનધડક જાણકારી વગરના અભ્યાસ વગરના આક્ષેપો કર્યા છે તેને સરકાર વખોડી કાઢે છે.