વોશ્ગિટંન-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે તેણે કોરોના વાયરસના ઘાતક હોવાની વાતને જાણીજાેઈને છૂપાવી હતી. અને એટલા માટે તેની ગંભીરતા છૂપાવી કે લોકો તેનાથી ડરે નહીં અને અફરાતફરીનો માહોલ ન સર્જાય. તો ટીકાકારો આરોપ લગાવે છે કે, ટ્રમ્પ બે મોઢાની વાતો કરે છે અને તેઓએ હજારો લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે, જેઓને બચાવી શકાતા હતા. જર્નાલિસ્ટ બોબ વુડવર્ડના પુસ્તકમાં તેનો દાવો કરવામા આવ્યો છે.
અમેરિકાના રાજકારણમાં ‘Trump lied, People died’ સુત્ર ગુંજી રહ્યુ છે. ટ્રમ્પ અને તેઓના સમર્થક તેઓના ટેપ્સ પર બચાવની કોશિશ કરી રહ્યા છે. ટ્રમ્પે ફેબ્રુઆરીમાં વુડવર્ડ પાસે માન્યું હતું કે, કોરોના વાયરસ ઘાતક છે, જ્યારે લોકોને તે કહેતાં કે કોરોના વાયરસ ખતરનાક નથી અને ધીમે ધીમે જતો રહેશે. વુડવર્ડે ડિસેમ્બરથી લઈને જુલાઈ સુધી ટ્રમ્પનું ઈન્ટરવ્યુ કર્યું હતું અને આ દરમિયાન તેઓનાં અનેક નિવેદનો પણ રેકોર્ડ કર્યા હતા.
ટ્રમ્પે પોતાના નિવેદનનો બચાવ કરતાં કહ્યું કે, વાત એ છે કે હું દેશ માટે એક ચીયરલીડર છું. હું મારા દેશને પ્રેમ કરું છું અને હું નથી ઈચ્છતો કે લોકો ડરે. હું વિશ્વાસ દેખાડવા માગુ છું, હું તાકાત દેખાડવા માગુ છું. ટ્રમ્પે વુડવર્ડ પર સવાલ કર્યો કે જાે તેઓને લાગ્યું હતું કે ટ્રમ્પ સાચા નથી કે તેણે કેમ તે સમયે સત્ય દુનિયા સમક્ષ લાવ્યું નહીં. અને ટ્રમ્પે વુડવર્ડ પર આરોપ લગાવ્યો કે રાજનીતિમાં ઉપયોગ કરવા માટે વુડવર્ડે આ ટેપનો ઉપયોગ કર્યો છે.
Loading ...