વોશ્ગિટંન-

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પ્રાયોગિક કોવિડ-19 સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું કે તેઓ “કુશળ” છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના પોઝિટીવ આવ્યાના સમાચાર સામે આવ્યા બાદ ટ્રમ્પ જાહેરમાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ શુક્રવાર સાંજે વ્હાઇટ હાઉસમાંથી માસ્ક પહેરીને, વોલ્ટર રિવર મિલિટરી હોસ્પિટલ જવા રવાના થયા.

વ્હાઇટ હાઉસની અંદર રેકોર્ડ કરવામાં આવેલા અને ટિ્‌વટર પર જાહેર કરાયેલા ૧૮-સેકન્ડના વીડિયોમાં ટ્રમ્પે મૌન તોડતા કહ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રેસ સેક્રેટરી કાયલે મેકનેનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તબીબી નિષ્ણાતોએ ટ્રમ્પને “આગામી થોડાંક દિવસો માટે વોલટર રીડમાં રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી કામ કરવાની ભલામણ કરી છે.

વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનની બહાર એક સૈન્ય હોસ્પિટલમાં આવનારા દિવસોમાં કોરોનાવાયરસની સારવાર માટે પસાર કરશે, પરંતુ કામ કરવાનું ચાલુ રાખશે. ડોનાલ્ડ ટ્રમ્પને કોવિડ-19 ની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમના ડૉક્ટર અને તબીબી નિષ્ણાતોની સલાહ પર આમ કરવામાં આવ્યું છે.