બિરયાની અને મોતી માટે જાણીતા શહેર હૈદરાબાદમાં ઘણા રોમેન્ટીક ડેસ્ટીનેશન છે. જો વેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે કોઇ ટ્રીપ કરવા ઇચ્છતા હો અથવા તમે હૈદરાબાદમાં છો તો તમારા માટે આ દિવસ ખાસ બની શકે છે. પાર્ટનર સાથે વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવા માટે અહીં ઘણી જગ્યાઓ છે. અહીં તમે ક્વોલિટી ટાઇમ વિતાવી શકો છો. અહીંની મશહુર બિરયાની અને મોતીની જ્વેલરી બંને તમારા પાર્ટનરને ખુશ કરી શકે છે. અહીં અમે તમને હૈદરાબાદમાં રહેલા કેટલાક બહેતર ડેસ્ટીનેશન અંગે જણાવી દઇએ.
5.7 કિલોમીટરમાં ફેલાયેલા સુંદર હુસેન સાગર લેકના કિનારે પાર્ટનર સાથે સમય વિતાવવો એક સારો ઓપ્શન છે. આ સુંદર તળાવના કિનારે તમે તમારા પાર્ટનર સાથે ટહેલી શકો છો. ભુખ લાગે તો અહીં રહેલી રોડ સાઇડ ફુડની દુકાનો પર ખાઇ શકો છો. નેકલેસના શેપમાં બનેલા આ તળાવમાં તમે બોટિંગ પણ કરી શકો છો.
ફલકનુમા પેલેસ
32 એકરમાં ફેલાયેલો ફલકનુમા પેલેસ ક્યારેક હૈદરાબાદના નિઝામનો મહેલ હતો. બાદમાં આ મહેલને સુંદર હોટલમાં બદલી દેવાયો હતો. વેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે તમારો કિંમતી સમય અહીં પસાર કરી શકો છો.
નેકલેસ રોડ
હુસેન સાગર લેકની આસપાસ હૈદરાબાદ શહેરના એક મોટા ભાગથી પસાર થતો નેકલેસ રોડ વેલેન્ટાઇન્સ ડે ના દિવસે લોંગ ડ્રાઇવ માટે એકદમ યોગ્ય છે. તેને મુંબઇના મરીન ડ્રાઇવની જેમ બનાવાયો છે. તેના કિનારે કિનારે ખાવા પીવાના સારા ઠેકાણા પણ છે.
ચાર મિનાર
હૈદરાબાદમાં મશહુર ચારમિનાર પણ છે. તેની આસપાસનો વિસ્તાર પોતાની અનોખી અને સુંદર બેંગલ્સ માટે પણ જાણીતો છે. અહીં તમે સ્થાનિક મીઠાઇઓ અને હૈદરાબાદી ખાવાની મજા પણ માણી શકો છો.
ગોલકોન્ડા ફોર્ટ
શાનદાર પહાડીઓ પર બનેલો આ કિલ્લો શહેરના કેન્દ્રથી 11 કિલોમીટરના અંતરે આવેલો છે. કિલ્લાની અંદર ઘણા સુંદર મહેલ છે. તેના સમૃધ્ધ ઇતિહાસ અને આર્કિટેક્ચરને જાણવા માટે એક વાર ગોલકોન્ડા ફોર્ટ જવું જ જોઇએ.
રામોજી ફિલ્મ સીટી
હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલો આ વિશાળ ફિલ્મ સ્ટુડિયો કોમ્પ્લેક્સ આંધ્રપ્રદેશના ફિલ્મો સાથેના પ્રેમનું અનોખુ પ્રમાણ છે. સિનેમાના આ ડિઝનીલેન્ડમાં 500થી વધુ અલગ અલગ સેટ છે. જેનો ઉપયોગ હિંદી, તામિલ, તેલુગુ અને અન્ય ક્ષેત્રીય ફિલ્મો માટે કરવામાં આવે છે. અહીં ઘણી થીમ રેસ્ટોરાં અને શોપિંગ આઉટલેટ તમારા અનુભવને પુર્ણ કરે છે.
સ્નો વર્લ્ડ
આ દેશનું પહેલુ થીમ પાર્ક માનવામાં આવે છે. પાર્કમાં બાળકોના મનોરંજન માટે અનેક વિકલ્પો છે. અહીં બરફમાં રમવા માટેની જગ્યા, મેરી ગો રાઉન્ડ, મુર્તિઓ અને સ્નો ફોલ સેશન છે. રેન ફોરેસ્ટ અને હોરર થીમ પાર્ક, પરિસરમાં રેસિંગ કોર્સ અને ગેમ આર્કેડ પણ છે.
Loading ...