અમદાવાદ-

આવતીકાલથી રાજકોટંમાં ડોર ટુ ડોર વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાશે, શહેરના વિવિધ વિસ્તારોમાં ટીમ મતદાર યાદી પ્રમાણે વેક્સિન ડ્રાઈવ યોજશે. જેમાં ડોર ટુ ડોર જઈને બાકી રહેલા લોકોને વેક્સિન આપવામાં આવશે, આ ઉપરાંત સગર્ભા મહિલા, ધાત્રી માતા, શારિરીક આશક્ત વ્યક્તિ અને સિનીયર સિટીઝનને ઘરે બેઠા વેક્સિન આપવામાં આવશે, જેના માટે તેઓએ 0281-2220600 પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ યોજનાઓ અપનાવવામાં આવી છે, અને ઘરે બેઠા વેક્સિનનુ મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, શહેરમાં 50થી વધુ લોકો પૂર્ણ વેક્સિનેટેડ છે, બીજો ડોઝ બાકી હોય તેવા લોકોની યાદી તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. દિવાળી પહેલા 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ જશે.

અત્યાર સુધીમા 69.05 લાખ લોકોએ વેક્સિન લીધી છે, જેમા 45.75 લાખ લોકોએ પહેલો અને 23.30 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. 50,000 લોકો એવા છે જેમને બીજો ડોઝ લીધો નથી તે લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ફોન કરી જાણ કરી રહ્યા છીએ.