દિલ્હી-

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વરિષ્ઠ વૈજ્ઞાનિક, લેખક, વિચારક ભારત રત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે તેમનુ અભિવાદન કર્યું હતુ.

ટ્વીટર પર અમિત શાહે કહ્યુ કે, " ડો એ.પી.જે. અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ. લોકોના રાષ્ટ્રપતિ તરીકે, તેમણે વિજ્ઞાન થી લઈને રાજકારણ સુધીના, વિવિધ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી. તેમનો જ્ઞાન પ્રત્યેનો જુસ્સો, હજી પણ આત્મનિર્ભર ભારતની કલ્પનાને પ્રેરણા આપે છે. "

પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ એ.પી.જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ડૉ કલામે વિજ્ઞાન અને રાજકારણ પર એક અસીમ છાપ છોડી છે.