કચ્છ-

જિલ્લામાં આગાઉ અવારનવાર દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાના ડ્રગ્સ મળી આવ્યા છે. ત્યારે હાલમાં મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં અંદાજિત 2,500 કરોડના ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાનું બહાર આવ્યું છે. DRIની ટીમે મુન્દ્રા પોર્ટ પર સંભવિત ગલ્ફ દેશોથી આવેલા 2 કન્ટેનરને રોકી તેના કાર્ગોની વધારે તપાસ હાથ ધરી હતી, જેમાંથી એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ભારે ખળભળાટ થયો છે અને હાલમાં DRI દ્વારા વધારે તપાસ હાથ ધરાઇ છે. જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સની ટીમે ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે, 2 કન્ટેનર રોકીને તપાસ હાથ ધરી હતી, જેમાં ટેલ્કમ પાઉડરની આડમાં કચ્છના મુંદરા બંદરે હજારો કરોડો રૂપિયાની કિંમતના હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. સવારથી ચાલેલી આ તપાસમાં અત્યાર સુધીમાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. મળતી માહતી મુજબ, આંધ્ર પ્રદેશના વિજયવાડાની એક પેઢીએ કસ્ટમના ચોપડે ટેલ્કમ પાઉડરનો કાર્ગો જિક્લેર કર્યો હતો, જે ઈરાનના બંદર પરથી લોડ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ-રાજકોટની એફએસએલ ટીમોએ સ્થળ તપાસમાં હેરોઈન હોવાનું પ્રાથમિક તારણ આપ્યું છે. કન્ટેઈનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું છે. આ હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું અને કંધારની હસન હુસેન નામની કંપનીનું માલ હોવાનું બહાર આવ્યું છે.