લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
2178
શહેરના નીલાંબર સર્કલ અને સયાજીગંજ વિસ્તારમાં બે બાઇક અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈક ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ પંડ્યા બ્રિજથી વડોદરા રેલવે સ્ટેશનના રોડ પર બાઈક ચાલક સ્લીપ ખાઇ હતી, જેમાં બાઈકચાલક ઇજાગ્રસ્ત થયો હતો.શહેરના નીલામ્બર સર્કલ પાસે બની હતી, જ્યાં નશામાં ધૂત બાઇકચાલકે કારને ટક્કર મારી હતી. આ બનાવ બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બાઇક કબ્જે લીધી હતી. બાઇક ચાલક આકાશ અશ્વિનકુમાર ત્રિવેદી (રહે. વાસણા ભાયલી રોડ) હોવાનું બહાર આવ્યું હતું. તેની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતાં દારૂના નશામાં હતો. ગોત્રી પોલીસે આરોપી સામે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, મુજમહુડા વિસ્તારમાં રહેતા કિશનભાઈ બુધાભાઈ માળીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના સાળા લાલાભાઈ કાળીદાસ માળીનો પંડ્યા બ્રિજ નજીક અકસ્માત થયો હતો. લાલાભાઈ પોતાની બાઇક પર પંડ્યા બ્રિજથી બસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે ગફલતભરી અને પૂરઝડપે વાહન ચલાવતા વાહન પરનો કાબૂ ગુમાવી બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ આઇસીયુ વોર્ડમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.